સેમસંગના 'આ' જબરદસ્ત ફીચર્સવાળા સ્માર્ટફોનના ભાવમાં કડાકો, લેવા માટે કરશો પડાપડી
થોડા દિવસ પહેલા બજારમાં આ ફોન 24,990 રૂપિયામાં મળતો હતો. ત્યારબાદ કંપનીએ તેના ભાવ વધુ ઓછા કર્યાં.
- થોડા દિવસ પહેલા અઢી હજાર રૂપિયા કિંમત ઘટી હતી
- આ ફોન ખુબ પાતળો છે અને મેટલ બોડી છે
- ફોનની આગળ અને પાછળ બંને બાજુ સેન્સર લગાવેલા છે
Trending Photos
નવી દિલ્હી: સેમસંગના ગેલેક્સી સી 7 પ્રો સ્માર્ટફોનની કિંમત 6000 રૂપિયા સુધી ઘટી ગઈ છે. હવે તે 21,990 રૂપિયામાં મળી રહ્યો છે. ગત વર્ષે લોન્ચિંગ સમયે કંપનીએ તેની કિંમત 27,990 રૂપિયા રાખી હતી. એમેઝોન ઈન્ડિયા એક્સક્લુઝિવ રાઈટ હેઠળ તેને વેચી રહી છે. કંપનીએ કહ્યું કે હવે તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે પેટીએમ મોલથી ખરીદી કરો તો 2500 રૂપિયા સુધી કેશબેક પણ મળે છે. જો કે આમ છતાં આ ફોનની ખરીદી એમેઝોન ઉપર જ કરવી સસ્તી પડશે. આ ફોનના સસ્તા થયાના સૌથી પહેલા સમાચાર મુંબઈથી આવ્યાં હતાં. આ ફોન ગેલેક્સી સી 9 પ્રો સાથે મળતો આવે છે. સ્માર્ટફોનના વર્ગમાં ઉપર લઈ જાય તેવા દરેક ગુણ આ ફોનમાં છે.
ફોનની ડિઝાઈન ખુબ આકર્ષક
સેમસંગ ગેલેક્સી સી7 પ્રોની ખાસિયત તેની ડિઝાઈન છે. તે ખુબ પાતળો છે અને મેટલ બોડીનો છે. ફોનમાં ફ્રન્ટ અને રિયર કેમેરા પર 16 મેગાપિક્સલના સેન્સર છે. તેની લંબાઈ અને પહોળાઈ 156.5x77.2x7.0 મિલિમીટર છે અને વજન 172 ગ્રામ છે. સ્માર્ટફોનની બેટરી 3300 એમએએચની છે અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ઉપરાંત ગેલેક્સી સી 7 પ્રોમાં ઓલ્વેઝ ઓન ડિસ્પલે અને સેમસંગ પે ફીચર પણ અપાયા છે. ઈનબિલ્ટ સ્ટોરેજ 64 જીબી છે અને તેને 256 સુધી વધારી શકાય છે.
4 જીબી રેમ
ગેલેક્સી સી7 હેન્ડસેટ એન્ડ્રોઈડ 6.0.1 માર્શમેલો પર ચાલશે. તેમાં 5.7 ઈંચનો 1080 પિક્સલ રિઝોલ્યુશનવાળો સુપર એમોલેડ ડિસ્પ્લે છે. ડિવાઈસમાં 2.2 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર સ્નેપડ્રેગન 626 ચિપસેટ સાથે 4 જીબી રેમનો ઉપયોગ કરાયો છે. 2.5 ડી ગોરિલ્લા ગ્લાસ સાથે ફોનની મજબુતાઈ વધે છે. 3.5 એમએમની જેક સપોર્ટ સિસ્ટમ પણ છે.
અગાઉ અઢી હજાર રૂપિયા કિંમત ઘટી હતી
થોડા દિવસ પહેલા બજારમાં આ ફોન 24,990 રૂપિયામાં મળતો હતો. ત્યારબાદ કંપનીએ તેના ભાવ વધુ ઓછા કર્યાં. જો કે સેમસંગની સાઈટ પર આ ફોન હજુ પણ 24,990 રૂપિયાના ટેગ સાથે જોવા મળી રહ્યો છે. પેટીએમ મોલથી ખરીદી કરો તો 22,400 રૂપિયામાં પડે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે