આ કોન્ડોમની વિશેષતાઓ જાણીને સ્તબ્ધ થઈ જશો, પ્રેગ્નેન્સી નહીં રોકે, પરંતુ......

કોન્ડોમ બનાવનારી કંપનીનો દાવો છે કે તેનાથી તમને તમારા પરફોર્મન્સ જાણવાની સાથે એ પણ માલુમ પડશે કે કઈ જગ્યાએ તમારું પરફોર્મન્સ વધારે સારુ છે.
આ કોન્ડોમની વિશેષતાઓ જાણીને સ્તબ્ધ થઈ જશો, પ્રેગ્નેન્સી નહીં રોકે, પરંતુ......

નવી દિલ્હી: લોકો દરરોજ ટીવી અને અખબારોથી લઈને બેનરો અને પોસ્ટરોમાં કોન્ડોમની જાહેરાતો અને તેના ઉપયોગના ફાયદાઓ જોતા હોય છે. દરેક કંપની પોત પોતાના ઉત્પાદનોની વિશેષતાઓ ગણાવતી હોય છે પરંતુ હવે બજારમાં એક એવું કોન્ડોમ આવ્યું છે. જે બિલકુલ અલગ છે. આ કોન્ડોમ પ્રેગ્નેન્સી રોકવામાં તો મદદ નહીં કરે પરંતુ તેના ફાયદા જાણીને તમે રોમાંચિત થઈ જશો. આવામાં ખરેખર એ જાણવાની ઉત્સુકતા લાગે કે કોન્ડોમ પ્રેગ્નેન્સી નહીં રોકે તો પછી શું ફાયદા હશે.

તમને બતાવશે કે કેટલી કેલેરીનું દહન થયું

વાત જાણે એમ છે કે આ 'સ્માર્ટ કોન્ડોમ' યૂઝરની સેક્સ લાઈફને ઈમ્પ્રુવ કરવા માટે ઈન્ટીમેટ ડેટા કલેક્ટ કરે છે.  i.con નામથી રજુ કરાયેલું આ સ્માર્ટ  કોન્ડોમ તમારા પાર્ટનર સાથેના સેક્સ સંબંધ દરમિયાન પરફોર્મન્સને તમારા મોબાઈલ પર જણાવતું રહેશે. હકીકતમાં આ એક  ગેઝેટ છે, ટેક માર્કેટમાં તેને ગેમ ચેન્જિંગ ડિવાઈઝ ગણવામાં આવી રહ્યો છે. જો તમે તમારા સાથી સાથે ઈન્ટિમેટ થવા દરમિયાન યૂઝ કરો છો તો આ ડિવાઈઝથી માલુમ પડશે કે સંબધ બનાવ્યા દરમિયાન કેટલી કેલેરી બળી.

એપ દ્વારા મોબાઈલથી થશે કનેક્ટ

આ ઉપરાંત મોબાઈલ પર તે આંકડો પણ રજુ થશે કે આ દરમિયાન તમારી ઝડપ કેટલી રહી. તમે કેટલીવાર સુધી ઈન્ટરકોર્સ કર્યો અને કઈ પોઝિશનમાં કર્યો. અત્રે જણાવવાનું કે આ એક રિંગવાળુ ડિવાઈઝ છે. જેને કંપનીએ સ્માર્ટ કોન્ડોમ નામ આપ્યું છે. શારીરિક સંબંધ બનાવવા દરમિયાન પુરુષે તેણે પ્રાઈવેટ પાર્ટ પર પહેરવાનો હોય છે અને તે એક એપના માધ્યમથી મોબાઈલ સાથે કનેક્ટ થશે. 

રિયલ ટાઈમ ડેટા મળશે

તેના દ્વારા તમને ઈન્ટરકોર્ટ થવા દરમિયાન રિયલ ટાઈમ ડેટા મળશે. કોન્ડોમ બનાવનારી  કંપનીનો દાવો છે કે તેનાથી તમને તમારા પરફોર્મન્સ જાણવાની સાથે એ પણ માલુમ પડશે કે કઈ જગ્યાએ તમારું પરફોર્મન્સ વધારે સારુ છે. જો કે આ દરેક માટે પ્રાઈવેટ મેટર છે અને તેને શેર કરવામાં અસહજ પણ થઈ શકે છે. 

જાન્યુઆરીથી શરૂ થશે વેચાણ

 i.con બનાવનારી બ્રિટિશ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે તેનું વેચાણ જાન્યુઆરી 2018થી શરૂ થશે અને અત્યાર સુધી લગભગ 9,00,000 લાકો આ ગેઝેટમાં પોતાનો રસ દાખવી ચૂક્યા છે. જો તેની કિંમતની વાત કરીએ તો તે 59.99 યૂરો (લગભગ 4581 રૂપિયા)માં મળશે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે આ વીયરેબલ ટેક્નોલોજીનું નેક્સ્ટ સ્ટેપ છે. 

આવી રીતે કરશે કામ

સ્માર્ટ કોન્ડોમમાં એક નેનો ચિપ અને બ્લ્યુ ટૂથ આપવામાં આવ્યું છે. બ્લ્યુ ટૂથના માધ્યમથી તે તમારા મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલી એપથી કનેક્ટ  થઈને રિયલ ટાઈમ ડેટા આપશે. ડિવાઈઝને યૂઝ કરવા માટે તેને પ્રાઈવેટ પાર્ટમાં પહેરીને બ્લ્યુટૂથ દ્વારા મોબાઈલથી કનેક્ટ કરવાનો રહેશે. આ વોટરપ્રુફ અને વજનમાં હળવો ડિવાઈઝ છે. આકારમાં રબરની રિંગ જેવો છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news