SUZUKIએ લોન્ચ કર્યું દમદાર સ્કૂટર Access 125, આ છે ખુબી
કંપનીએ ભારતના માર્કેટમાં નવું સ્કૂટર લોન્ચ કર્યું છે
Trending Photos
નવી દિલ્હી : ટુ-વ્હીલર બનાવતી કંપની સુઝુકી મોટરસાઇકલ ઇ્ન્ડિયા (SMIPL)એ ભારતીય માર્કેટમાં નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. એક્સેસ 125 (Access) નામથી લોન્ચ કરાયેલા સ્કૂટરમાં કંપનીએ કમ્બાઇન્ડ બ્રેક સિસ્ટમ (CBS)ની સુવિધા આપી છે. આ સાથે એમાં બીજા નવા કલરના વિકલ્પ પણ આપ્યા છે. કંપનીએ એક્સેસ 125 સીબીએસને 58,980 રૂ.ની શરૂઆતની કિંમતમાં રજૂ કર્યું છે. દિલ્હીમાં આ સ્પેશિયલ એડિશનની એક્સ શો રૂમ કિંમત 60,580 રૂ. છે.
કંપનીનો દાવો છે કે એક્સેસ 125માં એડવાન્સ્ડ એસઇપી ટેકનિક છે જે ઇંધણની બચત કરે છે. ઇંધણની બચતની સાથેસાથે એમાં પાવર અને પર્ફોમન્સ બંને દમદાર છે. નવા એક્સેસ 125ની સીબીએસ ટેકનોલોજીમાં બ્રેકની સિસ્ટમ વધારે સંતુલિત છે. સુઝુકી એક્સેસ 125માં લાંબી અને આરામદાયક સીટ, વધારે સીટ સ્ટોરેજ, સુવિધાજનક ફ્રન્ટ પોકેટ, વૈકલ્પિક ડીસી સોકેટ તેમજ ડ્યુઅલ યુટિલિટી હુક્સ આપવામાં આવ્યા છે.
એક્સેસ 125 7,000 rpm પર 7 પીએસ પાવર તેમજ 10,500 rpm પર 10 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. સેફ્ટી માટે એમાં સ્ટીલ ફ્રન્ટ ફેન્ડર તેમજ લેગ શિલ્ડ છે. કંપનીના કાર્યકારી ઉપાધ્યક્ષ સજીવ રાજશેખરને માહિતી આપી છે કે એક્સેસ 125 પોતાના સેગમેન્ટમાં સૌથી સારું પ્રદર્શન કરનારા સ્કૂટરમાંથી એક છે. આ સ્કૂટર પાવર, ઇકોનોમી અને પ્રીમિયમ અપીલનું શાનદાર મિક્સઅપ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે