Suzuki એ ભારતમાં લોંચ કર્યું Hayabusa નું નવુ મોડલ, જાણો કિંમત અને ખાસિયત

Suzuki એ ભારતમાં લોંચ કર્યું Hayabusa નું નવુ મોડલ, જાણો કિંમત અને ખાસિયત

સુઝુકી મોટરસાઇકલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એસએમઆઇપીએલ)એ પોતાની સ્પોર્ટ્સ મોટરસાઇકલ હાયાબુસાનું 2019 વર્જન ભારતીય બજારમાં ઉતાર્યું છે. નવા મોડલમાં 1,340 સીસીનું એન્જીન છે અને ભારતીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમાં બે સાઇડ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે. મોટરસાઇકલને બે નવા રંગો મેટેલિક ઉર્ટ ગ્રે અને ગ્લાસ સ્પાર્કલ બ્લેકમાં ઉતારવામાં આવ્યું છે. એસએમઆઇપીએલના મેનેજીંગ ડાયરેક્ટર સાતોશી ઉચિદાએ કહ્યું કે હાયાબુસાના બે નવા મોડલને બે નવા રંગ ભારતીયોને આકર્ષશે. 

નવી હાયાબુસાની એક શો રૂમ કિંમત 13.74 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ગત મોડલના મુકાબલે તેનો ભાવ 17,000 રૂપિયા વધુ છે. તમને જણાવી દઇએ કે કંપની હવે હાયાબુસાનું પ્રોડક્શન બંધ કરી રહી છે. સ્ટોકમાં હશે ત્યાં સુધી તેને ભારતમાં વેચશે. 

નવી હાયાબુસામાં 1,340 સીસીના ચાર સ્ટ્રોક ફ્યૂલ ઇજેક્ટવાળું લિક્વિડ કૂલડ ડીઓએચસી એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 197 બીએચપીની તાકાત અને 115 એનએમનો મહત્તમ ટોર્ક પેદા કરશે. બાઇકને 0-100 કિમી/પ્રતિ કલાકની ગતિ પકડવામાં ફક્ત 2.74 સેકન્ડનો સમય લાગે છે.
 

સુઝુકીએ ડિસેમ્બરની શરૂઆતમાં હાયાબુસા 2019નું બુકિંગ શરૂ કર્યું હતું. બાઇકની બુકિંગ રકમ 1 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. સુઝુકી હાયાબુસાને પહેલીવાર 1999માં લોંચ કરવામાં આવ્યું હતું અને આ આઇકોનિક બાઇકને દુનિયાભરમાં ગતિથી 300 કિમી/પ્રતિ કલાકની સ્પીડે ચાલનારી પ્રથમ મોટરસાઇકલનો દરજ્જો મળ્યો હતો. ભારતમાં તેને પહેલીવાર 2017માં એસેંબલ કરીને લોંચ કરવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news