ટાટાની Nexon નું ઓટોમેટિક વેરિએન્ટ લોંચ, જાણો ફીચર્સ અને કિંમત

ટાટા મોટર્સની નેક્સનનું બેસબ્રીની રાહ જોઇ રહેલા લોકો માટે ખુશખબરી છે. ટાટાએ તેનું ઓટોમેટિક વેરિએન્ટ લોંચ કરી દીધું છે. તેને કંપની હાઇપર ડ્રાઇવનું નામ આપ્યું છે. ટાટાએ દિલ્હીમાં પેટ્રોલ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 9.41 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તો બીજી તરફ ડીઝલ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 10.3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ટાટાની સૌથી પોપ્યુલર સબકોમ્પેક્ટ એસયૂવી નેક્સનને હવે ઓટોમેટિક ગિયરબોક્સ સાથે લોંચ કરવામાં આવી છે. ટાટા નેક્સન AMTના મુકાબલો ફોર્ડ, મારૂતિ અને મહિંદ્વાની ગાડીઓ સાથે થશે. 
ટાટાની Nexon નું ઓટોમેટિક વેરિએન્ટ લોંચ, જાણો ફીચર્સ અને કિંમત

નવી દિલ્હી: ટાટા મોટર્સની નેક્સનનું બેસબ્રીની રાહ જોઇ રહેલા લોકો માટે ખુશખબરી છે. ટાટાએ તેનું ઓટોમેટિક વેરિએન્ટ લોંચ કરી દીધું છે. તેને કંપની હાઇપર ડ્રાઇવનું નામ આપ્યું છે. ટાટાએ દિલ્હીમાં પેટ્રોલ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 9.41 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તો બીજી તરફ ડીઝલ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 10.3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ટાટાની સૌથી પોપ્યુલર સબકોમ્પેક્ટ એસયૂવી નેક્સનને હવે ઓટોમેટિક ગિયરબોક્સ સાથે લોંચ કરવામાં આવી છે. ટાટા નેક્સન AMTના મુકાબલો ફોર્ડ, મારૂતિ અને મહિંદ્વાની ગાડીઓ સાથે થશે. 

ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી
ટાટાએ પોતાની નેક્સનને ઓટો એક્સપો 2018માં લોંચ કરવામાં આવી હતી. હવે કંપની તેનું ઓટોમેટિક વર્જન લોંચ કરી દીધું છે. ટાટાની પહેલી સબકોમ્પેક્ટ એસયૂવીને 2017માં ઉતારવામાં આવી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી. લોચીંગ બાદથી જ નેક્સન લગભગ 25000 યૂનિટ વેચાઇ હતી.

ટોપ મોડલમાં આવ્યું AMT વર્જન
ટાટા મોટર્સે ઓટો એક્સપોમાં નેક્સનનું ટોપ મોડલ નેક્સન XZ ને શોકેસ કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે કંપનીએ ફક્ત આ મોડલ સાથે ઓટોમેટિક ગિયરબોક્સ આપ્યું છે. ટાટા નેક્સન AMT માં 6-સ્પીડ ટ્રાંસમિશનની સાથે ક્રીપ મોડ પણ આપવામાં આવ્યો છે. તેનાથી ટ્રાફિકમાં કાર ચલાવવામાં મદદ મળે છે.

હિલ અસિસ્ટ સિસ્ટમથી સજજ
ટાટા નેક્સનનું ઓટોમેટિક વર્જન હિલ અસિસ્ટ સિસ્ટમથી સજ્જ છે. આ સિસ્ટમ પહોડો પર ડ્રાઇવિંગ દરમિયાન સારો કંટ્રોલ આપવામાં મદદ કરે છે. ટાટા નેક્સનના નવા વેરિએન્ટમાં ગિયર કંટ્રોલ ઇચ્છો તો કારમાં ઓટો મોડથી મેન્યુઅલમાં બદલવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. 

બંને એંજીનમાં મળશે નવું વેરિએન્ટ
ટાટા નેક્સનમાં 1.2 લીટર ટર્બોચાર્ઝ્ડ પેટ્રોલ અને 1.5 લીટર નેચરલી એસ્પિરેટેડ ડીઝલ એંજીન આપવામાં આવ્યું છે. ટાટા નેક્સન AMT માં નવી પેંટ સ્કીમ અને ઓટોમેટિક ગિયરબોક્સ ઉપરાંત કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. બજારમાં ઉપલબ્ધ મોડલના આધારે ઇકો, સિટી અને સ્પોર્ટ મોડ આપવામાં આવ્યા છે.

તેમાં થશે મુકાબલો
ટાટા નેક્સન AMT નો મુકાબલો ફોર્ડની ઇકોસ્પોર્ટ પેટ્રોલ, મહિંદ્વાની TUV300 AMT સાથે થશે. સાથે જ મારૂતિ ટૂંક સમયમાં જ વિટારા બ્રેજાનું AMT વેરિએન્ટ લોંચ કરવાની છે. એવામાં ઓટોમોબાઇલ માર્કેટમાં આકરો મુકાબલો જોવા મળી શકે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news