ટાટા મોટર્સે દેશવ્યાપી ગ્રાહક સેવા-સંવાદ ઝુંબેશની કરી જાહેરાત, ગ્રાહકો પાસેથી લેશે ફીડબેક

ગ્રાહક સંવાદ પછી 23મી ઓકટોબરે રાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસની ઉજ‌વણી કરવામાં આવશે. ટાટા મોટર્સનો સીવીબીયુ ડિવિઝન દર વર્ષે 23મી ઓક્ટોબરે તેને પ્રથમ ગ્રાહક મળ્યો તે દિવસની યાદગીરીમાં રાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસની ઉજવણી કરે છે.

ટાટા મોટર્સે દેશવ્યાપી ગ્રાહક સેવા-સંવાદ ઝુંબેશની કરી જાહેરાત, ગ્રાહકો પાસેથી લેશે ફીડબેક

મુંબઈ: ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ખેલાડી ટાટા મોટર્સ 10મીથી 21મી ઓક્ટોબર વચ્ચે ટાટા મોટર્સના કમર્શિયલ વાહનના ગ્રાહકો માટે ખાસ ગ્રાહક સંવાદ ઝુંબેશનું આયોજન કરવા માટે સુસજ્જ છે. આ સમયગાળા દરમિયાન ટાટા મોટર્સના કર્મચારીઓ ગ્રાહકો અને કાફલાના માલિકોને સહભાગી કરીને ગ્રાહક અનુભવ બહેતર બનાવવા માટે કંપની દ્વારા હાથમાં લેવાયેલી વિવિધ પહેલો વિશે તેમને અવગત કરશે. ટીમ ગ્રાહકોના અનુભવ અને અપેક્ષાઓ માટે તેમની પાસેથી ફીડબેક ફોર્મ પણ ભેગાં કરશે.

ગ્રાહક સંવાદ પછી 23મી ઓકટોબરે રાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસની ઉજ‌વણી કરવામાં આવશે. ટાટા મોટર્સનો સીવીબીયુ ડિવિઝન દર વર્ષે 23મી ઓક્ટોબરે તેને પ્રથમ ગ્રાહક મળ્યો તે દિવસની યાદગીરીમાં રાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસની ઉજવણી કરે છે. આ દિવસે 1લો ટ્રક 1954માં તેના જમશેદપુર પ્લાન્ટમાંથી બહાર નીકળ્યો હતો. સહયોગી ચેનલ ભાગીદારોના કર્મચારીઓ અને ગ્રાહકોનું તેમના લાંબા સહયોગ અને યોગદાન માટે કંપની દ્વારા સન્માન કરાશે.

ગ્રાહક સેવા મહોત્સવ ટાટા મોટર્સના કમર્શિયલ વાહનના માલિકો માટે દેશવ્યાપી મફત સેવા શિબિર છે. આ અજોડ ગ્રાહકલક્ષી પહેલ 4 નવેમ્બરથી 11 નવેમ્બર, 2019 વચ્ચે 1500+ ટાટા મોટર્સના અધિકૃત વર્કશોપ્સમાં હાથ ધરાશે. આ સેવા શિબિરમાં કમર્શિયલ વાહનના માલિકો સ્પેર પાર્ટસ અને લેબર પર આકર્ષક ડિસ્કાઉન્ટ્સ મેળવી શકશે. ગ્રાહક સેવા મહોત્સવ ગયા વર્ષે પણ હાથ ધરાયો હતો, જેમાં શિબિરમાં લગભગ 1.5 લાખ ગ્રાહકોએ મુલાકાત લઈને ઉત્તમ પ્રતિસાદ આપ્યો હતો.

આ અવસરે બોલતાં ટાટા મોટર્સ લિમિટેડના કમર્શિયલ વ્હિકલ બિઝનેસ યુનિટના કસ્ટમર કેરના ગ્લોબલ હેડ રામકી રામકૃષ્ણને જણાવ્યું હતું કે ટ્રકિંગ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાને ચાલતી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૌથી વિશાળ કમર્શિયલ વાહન બ્રાન્ડ તરીકે અમારા ગ્રાહકોને ટોચની ગુણવત્તાની પ્રોડક્ટો અને ઝંઝટ મુક્ત અનુભવ મળે તેની ખાતરી રાખવાની અમારી જવાબદારી છે. ગ્રાહક સંવાદ પહેલ સાથે ગ્રાહક સેવા મહોત્સવ સીવી ગ્રાહકો અને કાફલાના માલિકો માટે તેમના વાહનની કામગીરી આસાન રહે અને ડ્રાઈવરને પણ મનની સંપૂર્ણ શાંતિ મળે  તેની ખાતરી રાખવાની માટે ઉત્તમ તક આપે છે. આ પહેલની વર્ષોનાં વહાણાં વીતવા સાથે સફળતા વિશ્વ કક્ષાની ગ્રાહક સેવા આપવા સાથે ઉત્કૃષ્ટ પ્રોડક્ટો વિકસાવવામાં અમારે માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સંપૂર્ણ સેવાની અજોડ પહેલ થકી અમે અમારા નેટવર્કના ભાગીદારોને ટોચની ગુણવત્તાનો ગ્રાહક અનુભવ અને સુવિધા આપવા માગીએ છીએ.

કંપની વાહનના જીવનચક્ર દરમિયાન સંપૂર્ણ ગ્રાહક સંતોષ અને તેને સક્ષમ રાખવાનું લક્ષ્ય ધરાવે છે. આ હાંસલ કરવા માટે ટાટા મોટર્સે સંપૂર્ણ સેવા 2.0નું સુધારિત વર્ઝન રજૂ કર્યું છે, જે વાહનોના મેઈનટેનન્સ અને આસાન કામગીરી માટે પરિપૂર્ણ નિવારણ છે. આ આફ્ટર- સેલ્સ સેવાઓની છત્રછાયામાં મેઈનટેનન્સ, બધા પ્રકારનાં સમારકામ સાથે હાઈવે સપોર્ટ અથવા કોઈ પણ બગાડમાં ડીલરો/ ટાટા મોટર્સ ઓથોરાઈઝ્ડ સર્વિસ સ્ટેશન્સ (ટીએએસએસ) નેટવર્ક થકી નિ:શુલ્ક સેવા અપાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news