APPLE નું સૌથી સસ્તુ iPad લોંચ, 10 કલાકનો બેટરી બેકઅપ
જાણીતી ટેક્નોલોજી કંપની એપ્પલે અમેરિકામાં યોજાયેલી એક ઇવેંટમાં નવું iPad ડિવાઇસ લોંચ કર્યું છે. આ iPad ની ખાસિયત એ છે કે કંપનીએ તેને ખાસકરીને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે. આ iPad ને કંપનીનું સૌથી સસ્તું iPad ગણાવવામાં આવી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: જાણીતી ટેક્નોલોજી કંપની એપ્પલે અમેરિકામાં યોજાયેલી એક ઇવેંટમાં નવું iPad ડિવાઇસ લોંચ કર્યું છે. આ iPad ની ખાસિયત એ છે કે કંપનીએ તેને ખાસકરીને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે. આ iPad ને કંપનીનું સૌથી સસ્તું iPad ગણાવવામાં આવી રહ્યું છે. 9.7 ઇંચનું આ iPad એપ્પલ પેંસિલ પણ સપોર્ટ કરે છે. એપ્પલે ગ્રાહકો માટે 32 જીબી (વાઇફાઇ) મોડલની કિંમત 329 ડોલર (લગભગ 21,338 રૂપિયા) રાખી છે, જે વિદ્યાર્થીને 299 ડોલર (લગભગ 19,391 રૂપિયા)માં મળશે. તો બીજી તરફ 32 જીબી (વાઇ-ફાઇ+સેલ્યૂલર) મોડલની કિંમત 459 ડોલર રાખવામાં આવી છે.
એપ્રિલથી ભારતમાં મળશે
એપ્પલનું આ ટેબલેટ આ વર્ષે એપ્રિલથી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. ભારતમાં આ iPad ના 32 જીબી વર્જનની કિંમત 28,000 રૂપિયા અને 32 જીબી (વાઇ-ફાઇ+સેલ્યૂલર)વર્જનની કિંમત 38,600 રૂપિયા હશે.
100 કલાકનો બેટરી બેકઅપ
ખાસકરીને એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે આ iPad માં આગળની તરફ ટચઆઇડી આપવામાં આવી છે. તેમાં ફેસટાઇમ ફ્રંટ કેમેરો અને 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ iPad એલટીઇ સપોર્ટની સાથે આવશે અને કંપનીનો દાવો છે કે તેમાં 10 કલાકો બેટરી બેકઅપ મળશે.
દમદાર ફિચર્સથી સજ્જ
- એ10 ફ્યૂજન ચિપસેટ આપવામાં આવી છે, AR (આગ્મેન્ટ રિયાલિટી)એપ્સને સપોર્ટ કરે છે.
- ફોનનો રિયર કેમેરો ફૂલ એચડી વિડિયો સપોર્ટ કરે છે.
- જીપીએસ, કેમ્પ્સ અને ટચઆઇડી ઉપરાંત આ 300એમબીપીએસ સુધી એલટીઇ કનેક્ટિવિટી પણ સપોર્ટ કરશે.
- વિદ્યાર્થીઓ માટે ફ્રાગેપિડિયા, ફ્રી રિવર્સ અને ઘણી અન્ય એપ્સ આપવામાં આવી છે.
- આઇક્લાઉડ સ્ટોરેજને વધારીને 5 જીબીથી 200 જીબી કરી દેવામાં આવી છે.
શિકાગોમાં લોંચ કર્યું
અમેરિકાના શિકાગોમાં એપ્પલે એજ્યુકેશન ઇવેંટમાં આઇપેડને લોંચ કર્યું. ઇવેંટની શરૂઆત પહેલાં એપ્પલ સ્ટોરને બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમાં બે લાખથી વધુ લોકો એજ્યુકેશન એપ્સને નાખવામાં આવી છે.
દરેક ક્લાસ સુધી પહોંચવાનો ટાર્ગેટ
ઇવેંટ દરમિયાન કંપનીના સીઇઓ ટિમ કુકે કહ્યું કે આ વખત અમે iPad ને ક્લાસ સુધી પહોંચાડવા માંગીએ છીએ. અમેરિકામાં તેનું વેચાણ આજથી શરૂ થઇ રહ્યું છે. આગામી અઠવાડિયાથી શિપિંગ શરૂ થશે.
જૂનમાં થશે એપ્પલની WWDC 2018
તમને જણાવી દઇએ કે એપ્પલે WWDC 2018 ની તારીખોની જાહેરાત થોડા દિવસો પહેલાં કરી દીધી. કંપની આ કોંફ્રેંસ ચાર જૂનથી શરૂ કરી રહી છે. આ ઇવેંટ આઠ જૂન સુધી ચાલશે. તેમાં એપ્પલ પોતાના નવા આઇઓએસ વર્જનને લોંચ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે