તમે જે હોટલમાં રોકાયા છો ત્યાં છુપો કેમેરો તો નથીને? જાણો સ્પાઈ કેમેરાને શોધવાની રીત

How to Find Hidden Camera in Hotel: હોટલના રૂમમાં છુપાયેલો હોય શકે છે હિડન કેમેરો, આ રીતે કરો કેમેરાની શોધ

તમે જે હોટલમાં રોકાયા છો ત્યાં છુપો કેમેરો તો નથીને? જાણો સ્પાઈ કેમેરાને શોધવાની રીત

નવી દિલ્લીઃ તમે આર્મી અથવા ચોરની થીમ પર બનેલી ફિલ્મો તો જોયી હશે. જેમાં લોકો સ્પાઈ કેમેરાનો ઉપયોગ કરી ખુફિયા જાણકારી મેળવતા હોય છે. સ્ટિંગ ઓપરેશનનો પર્દાફાશ કરવા પોલીસ વિભાગને ઘણીવાર આવા ગેજેટ્સ ઉપયોગી થતા હોય છે. પરંતુ જો આ જ સ્પાઈ કેમેરાને કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ માટે ઉપયોગમાં લેવાય તો તેના ભયાનક પરિણામ આવી શકે છે.

આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બન્યો. જ્યાં એક ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમના શાવરમાં હિડન કેમેરો હોવાનું સામે આવ્યું. આ કેમેરો બીજું કોઈ નહીં પરંતુ હોસ્ટેલના સંચાલકે જ લગાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કેમેરા, હાર્ડ ડીસ્ક, કોમ્પ્યુટર સહિતની વસ્તુઓ જપ્ત કરી. આ કોઈ પહેલો કિસ્સો નથી, કારણ કે અગાઉ પણ આવી ઘટનાઓ બની ચુકી છે. આવા કિસ્સાઓમાં કેટલીક વાતોનું ધ્યાન અને થોડી સતર્કતા તમને આવી સ્થિતિમાંથી બચાવી શકે. આવો જાણીએ કે તમે કેવી રીતે ચેક કરી શકો કે તમારા હોટલના રૂમમાં, હોસ્ટેલના રૂમમાં કોઈ હિડન કેમેરો તો નથીને.

આ સ્થળો પર મોટા ભાગે હિડન કેમેરા લગાવાતા હોય-
રૂમમાં જ્યાં લોકોની નજર ન પડે તેવા જગ્યાએ મોટા ભાગે હિડન કેમેરા લગાવવામાં આવે છે. આ કેમેરા એટલા નાના હોય છે કે તે દૂરથી દેખાય પણ નહીં. મસલન-સ્મોક ડિટેક્ટર, એર ફિલ્ટર ઈક્વિપમેન્ટ, બુક્સ, દીવાલ પર લગાવેલી ઘડીયાળમાં અથવા કોઈ પેઈન્ટિંગમાં, ટેડીબેર, મોબાઈલ ચાર્જર, હેર ડ્રાઈર, બાથરૂમ શાવર, ફાઉન્ટેન પેનમાં હિડન કેમેરા છુપાવેલા હોય શકે. મોટા ભાગના કિસ્સાઓમાં બાથરૂમના શાવર, ઘરની છત, ટેબલના સ્ક્રિ્યુમાં પણ હિડન સ્પાઈ કેમેરા લગાવી શકાય. જો તમે કોઈ હોટલમાં અથવા કોઈ ગેસ્ટ હાઉઝમાં રોકાવાના હોવ તો આ સ્થળો પર તપાસ જરૂર કરો.

નાઈટ વિઝન કેમેરાને આ રીતે શોધો-
મોટા ભાગના નાઈટ વિઝન કેમેરામાં ગ્રીન અથવા રેડ LED લાઈટ હોય છે. આ લાઈટ દિવસ દરમિયાન નથી જોઈ શકાતી. પરંતુ સંપૂર્ણ અંધારામાં આ લાઈટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ માટે તમારે રૂમની તમામ લાઈટ્સ ઓફ કરવી પડશે. આ LED લાઈટ્સ હંમેશા ચાલુ હોવાથી તમે હિડન કેમેરાને આસાનીથી શોધી શક્શો.

મોબાઈલ ફોનની મદદથી પણ હિડન કેમેરો શોધી શકાય-
હિડન કેમેરાથી રેડિયો ફ્રિક્વેન્સી જનરેટ થાય છે. જો આ હિડન કેમેરા નજીક મોબાઈલ ફોન લાવવામાં આવે તો ડિસ્ટોર્શનનો સાઉન્ડ આવી શકે. ચાલુ કોલ દરમિયાન આ સાઉન્ડ આવી શકે. શંકાસ્પદ સ્થળો પર મોબાઈલ ફોનને લઈ જવા પર કેમેરાને શોધી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news