Gmailનું આ ફીચર છે જબરદસ્ત, ડિજિટલ પ્લેટફોર્મ પર આ રીતે સેટ કરો તમારી સિગ્નેચર

Gmailમાં જો તમે તમારી સિગ્નેચર જોડવા માગતા હોય તો તેના માટે તમારે કેટલાં સ્ટેપ ફોલો કરવા પડશે. આ સ્ટેપ્સને ફોલો કરીને તમે એકદમ સરળતાથી પોતાના જી-મેલને સ્પેશિયલ બનાવી શકો છો. જાણો આ સેટિંગને કેવી રીતે સરળતાથી જોડી શકશો.

Gmailનું આ ફીચર છે જબરદસ્ત, ડિજિટલ પ્લેટફોર્મ પર આ રીતે સેટ કરો તમારી સિગ્નેચર

નવી દિલ્લી: Gmail દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગમાં આપતી ઈ-મેલ સર્વિસમાંથી એક છે. ખાસ કરીને પર્સનલ મેલ માટે મોટાભાગના લોકો Gmailનો ઉપયોગ કરે છે. Gmail અનેક ફીચર્સ આપે છે. જેમાંથી એક તમારી સિગ્નેચર પણ છે. આ ફીચરની મદદથી યૂઝર્સ પોતાના જી-મેલને ખાસ બનાવી શકે છે. યૂઝર્સ પર્સનલ અને ઓફિસ અનેક પ્રકારની સિગ્નેચર ક્રિએટ કરી શકે છે.

કેવી રીતે કામ કરે છે આ ફીચર:
અનેકવખત તમે જોયું હશે કે કોઈ યૂઝરના મેલમાં નીચે તેની તમામ ડિટેઈલ્સ આપવામાં આવે છે. જેમાં યૂઝરનું નામ, પોસ્ટ, સરનામું, લોગો અને કોન્ટેક્ટ ઈન્ફર્મેશન જેવી માહિતી હોય છે. આ માહિતીને જ સિગ્નેચર કહેવામાં આવે છે. જો તમે પણ પોતાના માટે એક સિગ્નેચર ક્રિેએટ કરવા માગો છો તો તેના માટે કેટલાંક સ્ટેપ ફોલો કરવા પડશે. જાણો કઈ રીતે સિગ્નેચર ક્રિએટ કરશો.

સ્ટેપ-1
સૌથી પહેલા તમારા કમ્પ્યૂટર કે લેપટોપ પર જી-મેલ ઓપન કરો.

સ્ટેપ-2
તેના માટે તમે કોઈપણ બ્રાઉઝરની મદદ લઈ શકો છો

સ્ટેપ-3
હવે તમારે જી-મેલના ટોપ રાઈટ કોર્નર પર જવું પડશે. અને સેટિંગ પર ક્લિક કરવું પડશે

સ્ટેપ-4
યૂઝર્સે અહીંયા ઓલ સેટિંગના ઓપ્શન પર સિલેક્ટ કરવું પડશે

સ્ટેપ-5
અહીંયા યૂઝર્સે સિગ્નેચર સેક્શન પર ક્લિક કરવું પડશે

સ્ટેપ-6
હવે તમારે એડ યોર સિગ્નેચરના ટેક્સ્ટ બોક્સ પર જવાનું રહેશે

સ્ટેપ-7
જો તમે મેસેજની જગ્યાએ ફોટો જોડવા માગતા હોય કે પછી ટેક્સ્ટ સ્ટાઈલને ચેન્જ કરી શકો છો

સ્ટેપ-8
પેજના નીચેના ભાગમાં તમારે સેવ ચેન્જનો ઓપ્શન મળશે.

સ્ટેપ-9
જેના પર તમે ક્લિક કરતાં જ તમારી સિગ્નેચર ક્રિએટ થઈ જશે

આ તમામ સ્ટેપ્સને ફોલો કરીને તમે વધુ એક સિગ્નેચર ક્રિએટ કરી શકો છો. તેની સાથે જ તમે સેટિંગ મેનુમાં જઈને ડિફોલ્ટ સિગ્નેચર પણ સેટ કરી શકો છો. કે પછી અલગ-અલગ પ્રસંગે અલગ-અલગ સિગ્નેચર પણ કરી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news