કરોડો યૂજર્સ માટે મોટી ખુશખબરી, હવે એકદમ સરળતાથી પોર્ટ કરી શકશો મોબાઇલ નંબર

જો તમે તમારી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની દ્વારા મળતી સુવિધાઓથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. ટેલીકોમ રેગુલેટર ટ્રાઇ (TRAI)એ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP)ની પ્રોસેસને પહેલાં કરતાં વધુ સરળ કરી દીધી છે. ટ્રાઇએ સર્વિસને એરિયાની અંદર નંબર પોર્ટ કરવા સાથે જોડાયેલી રિક્વેસ્ટ માટે બે વર્કિંગ દિવસનો સમય નક્કી કર્યો છે. એમએનપી હેઠળ એક મેસેજ દ્વારા બીજી કંપનીમાં જવા માટે રિક્વેસ્ટ કરી શકો છો. જો બીજી તરફ એક ટેલીકોમ સર્કલથી બીજા ટેલિકોમ સર્કલમાં નંબર બદલવા સાથે સંકળાયેલી રિક્વેસ્ટ માટે 4 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 
કરોડો યૂજર્સ માટે મોટી ખુશખબરી, હવે એકદમ સરળતાથી પોર્ટ કરી શકશો મોબાઇલ નંબર

નવી દિલ્હી: જો તમે તમારી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની દ્વારા મળતી સુવિધાઓથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. ટેલીકોમ રેગુલેટર ટ્રાઇ (TRAI)એ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP)ની પ્રોસેસને પહેલાં કરતાં વધુ સરળ કરી દીધી છે. ટ્રાઇએ સર્વિસને એરિયાની અંદર નંબર પોર્ટ કરવા સાથે જોડાયેલી રિક્વેસ્ટ માટે બે વર્કિંગ દિવસનો સમય નક્કી કર્યો છે. એમએનપી હેઠળ એક મેસેજ દ્વારા બીજી કંપનીમાં જવા માટે રિક્વેસ્ટ કરી શકો છો. જો બીજી તરફ એક ટેલીકોમ સર્કલથી બીજા ટેલિકોમ સર્કલમાં નંબર બદલવા સાથે સંકળાયેલી રિક્વેસ્ટ માટે 4 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 

10 હજાર રૂપિયા સુધીની પેનલ્ટી લાગશે
જો કોઇપણ ટેલીકોમ કંપની મોબાઇલ નંબર પોર્ટ કરવા સાથે જોડાયેલી રિક્વેસ્ટને ખોટી રીતે રિજેક્ટ કરે છે તો તેના પર 10 હજાર રૂપિયા સુધીની પેનલ્ટી લાગશે. ટ્રાઇ દ્વારા કહેવામાં આવ્યું છે કે 'પોર્ટિંગ સાથે જોડાયેલી રિક્વેસ્ટને પુરી કરવામાં ઝડપ લાવવા માટે ઇંટ્રા-લાઇસેંસ્ડ સર્વિસ સર્વિસ નંબર માટે સમય સીમા બે વર્કિંગ દિવસ નક્કી કર્યા છે. ટ્રાઇએ કહ્યું છે કે એક સર્કલમાંથી બીજા સર્કલવાળી પોર્ટ રિક્વેસ્ટ માટે સમયસીમાને ઘટાડીને 4 દિવસ કરી દેવામાં આવી છે. 

યૂપીસીની વેલિડિટી 15 દિવસના બદલે 4 દિવસ
આ ઉપરાંત યૂનિક પોર્ટિંગ કોર્ડ (યૂપીસી)ની વેલિડિટીમાં પણ પહેલાં કરતાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં યૂપીસી માટે મળનાર સમય 15 દિવસના બદલે હવે 4 દિવસ માટે માન્ય ગણાશે. જોકે જમ્મૂ-કાશ્મીર, અસમ અને ઉત્તર-પૂર્વ માટે યૂનિક પોર્ટિંગ કોડ (યૂપીસી)ની વેલિડિટીમાં ફેરફાર કરવામાં આવ્યો નથી, અહીંયા પહેલાંની માફક 15 દિવસ જ રહેશે. ટેકસ્ટ મેસેજ (SMS) દ્વારા પોર્ટિંગ રિક્વેસ્ટને પરત લેવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવામાં આવી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news