ક્રેડિટ કાર્ડ જેટલો સ્માર્ટફોન, માત્ર 3 ઇંચની ડિસ્પ્લે, જાણો કિંમત

Unihertz નામની કંપનીએ એન્ડ્રોઇડ 10 પર કામ કરનાર વિશ્વનો સૌથી નાનો સ્માર્ટફોન ઉતાર્યો છે. તેનું નામ જેલી 2 છે. 
 

ક્રેડિટ કાર્ડ જેટલો સ્માર્ટફોન, માત્ર 3 ઇંચની ડિસ્પ્લે, જાણો કિંમત

નવી દિલ્હીઃ વિશ્વનો સૌથી નાનો 4જી સ્માર્ટફોન લાવવા માટે જાણીતી કંપની Unihertzએ એક નવો સ્માર્ટફોન Jelly 2 લોન્ચ કર્યો છે. કંપનીનો આ ફોન પણ તેની સાઇઝને કારણે ચર્ચામાં છે. તેને એન્ડ્રોઇડ 10 પર કામ કરનાર વિશ્વનો સૌથી નાનો ફોન ગણાવવામાં આવી રહ્યો છે. ફોનમાં માત્ર 3 ઇંચની ડિસ્પ્લે છે. આ કંપનીના પ્રથમ ફોન Jelly નું અપગ્રેડ મોટલ છે. પ્રથમ મોડલ 2017માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં 2.45 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી હતી. પરંતુ જૂના ફોનમાં આવેલી ઘણી ખામીઓને દૂર કરતા કંપની હવે જેલી 2 સ્માર્ટફોન લાવી છે. 

શું છે Jelly 2ની ખાસિયત
આ વિશે કંપનીએ પહેલાથી મોટી સ્ક્રીન, ડબલ બેટરી લાઇફ, અપગ્રેડ કેમેરા અને જીપીએસ સેન્સર આપ્યું છે. પરંતુ કંપનીએ આ વખતે પણ ફોનને ક્રેડિટ કાર્ડની સાઇઝનો બનાવ્યો છે. ફોનમાં 3 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 480×384 રેઝોલૂશન વાળી છે. સ્ક્રીન સાઇઝમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હજુ ફોનમાં ટાઇપ કરવું થોડું મુશ્કેલ કામ કરેશે. 

Samsungનો સસ્તો સ્માર્ટફોન Galaxy A01 Core લોન્ચ, જાણો શું છે ખાસ

કંપનીનું કહેવું છે કે ફોનની ડિસ્પ્લે ભલે નાની હોય, પરંતુ તેની શાનદાર ક્વોલિટીને કારણે તેમાં ફિલ્મ જોવી અને ગેમ રમવી રસપ્રદ રહેશે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો P60 પ્રોસેસર મળે છે. આ એક મિડ-રેન્જ ચિપસેટ છે. ફોનમાં  2000mAhની બેટરી આપવામાં આવી છે, જે ફોનની નાની સાઇઝને કારણે પર્યાપ્ત લાગી રહી છે. 

કેમેરા અને ફિંગરપ્રિન્ટ સેન્સર પણ
આ નાના ફોનમાં કંપનીએ ફ્રન્ટ અને રિયર બંન્ને કેમેરા આપ્યા છે. સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો કેમેરો અને પાછળની તરફ 16 મેગાપિક્સલનો રિયર કેમેરો આપ્યો છે. એટલું જ નહીં સિક્યોરિટીને ધ્યાનમાં રાખતા પાછળની તરફ ફિંગરપ્રિન્ટ પણ છે. ફોનની જાડાઈ 16.5mm છે. તેમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે. કંપનીના ફોનની કિંમત 129 ડોલર (આશરે 9600 રૂપિયા) છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news