Vivo Y81 અને Vivo Y71i ના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો હવે કેટલી થઇ કિંમત

Vivo Y81 એક ડુઅલ સિમ સ્માર્ટફોન છે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ તરીકે એંડ્રોઇડ 8.1 ઓરિયા પર આધારિત ફનટચ ઓએસ 4.0 આપવામાં આવી છે. તેમાં 6.22 ઇંચની એચડી+ ડિસ્પ્લે છે.

Vivo Y81 અને Vivo Y71i ના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો હવે કેટલી થઇ કિંમત

Vivo એ પોતાના બે સસ્તા સ્માર્ટફોન Vivo Y81 અને Vivo Y71i ના ભાવમાં ઘટાડો કર્યો છે. બંને સ્માર્ટફોનના ભાવમાં 1,000-1,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. Vivo Y81 ના 3GB રેમ મોડલની કિંમત હવે 10,990 રૂપિયા થઇ ગઇ છે. તો બીજી તરફ 4GB રેમ મોડલને 12,490 રૂપિયામાં ખરીદી શકાશે. ઘટાડા બાદ Vivo Y71i ની કિંમત હવે 7,990 રૂપિયા થઇ ગઇ છે. ઘટાડેલા ભાવ સાથે Vivo ના આ બંને બજેટ ફોન ફ્લિપકાર્ટ, અમેઝોન અને વીવોની પોતાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

Vivo Y81 ના ફિચર્સ અને સ્પેસિફિકેશંસ
Vivo Y81 એક ડુઅલ સિમ સ્માર્ટફોન છે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ તરીકે એંડ્રોઇડ 8.1 ઓરિયા પર આધારિત ફનટચ ઓએસ 4.0 આપવામાં આવી છે. તેમાં 6.22 ઇંચની એચડી+ ડિસ્પ્લે છે. તેનો આસ્પેક્ટ રેશિયો 19:9 છે. Vivo Y81 માં 2GHz ઓક્ટાકોર-મીડિયાટેક MT6762 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા તેના ઇંટરનલ સ્ટોરેજને 256GB જીબી સુધી વધારી શકાય છે. Vivo Y81 માં 13MP રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 5MP નો કેમેરો આપવામાં આવ્યો છે. તેની બેટરી 3260 એમએચની છે. 

Vivo Y71i ના ફિસર્ચ અને સ્પેસિફિકેશંસ
Vivo Y71i પણ ડુઅલ સિમ સ્માર્ટફોન છે જેની સ્ક્રીન સાઇઝ 5.99 ઇંચ છે. તેમાં એડ્રોઇંડ 8.1 ઓરિયો પર આધારિત ફનટચ ઓએસ 4.0 આપવામાં આવ્યું છે. તેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં 1.4GHz ક્વાડ-કોઋ સ્નૈપડ્રૈગન 425 પ્રોસેસરની સાથે 2GB આપવામાં આવી છે. તેની ઇનબિલ્ટ સ્ટોરેજ 16GB છે અને જરૂર પડે તો તેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256GB સુધી વધારી શકાય છે. Vivo Y71i માં 8MP રિયર કેમેરો છે. સેલ્ફી 5MP નું સેંસર આપવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news