વોડાફોને Jio અને Airtel ને આપી આકરી ટક્કર, સસ્તામાં આપી રહ્યું છે અનલિમિટેડ કોલ અને ડેલી 1GB ડેટા

વોડાફોને Jio અને Airtel ને આપી આકરી ટક્કર, સસ્તામાં આપી રહ્યું છે અનલિમિટેડ કોલ અને ડેલી 1GB ડેટા

Vodafone એ એક સસ્તો પ્રીપેડ પ્લાન લોન્ચ કરી જિયો અને એરટેલને આકરી ટક્કર આપી છે. કંપનીએ 119 રૂપિયાનો એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે દરરોજ 1GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં યૂજર્સ ડેલી ફ્રી એસએમએસની સુવિધા આપવામાં આવી રહી નથી. આ પ્લાન તે યૂજર્સ માટે સારો છે જે મોબાઇલ ઇન્ટરનેટ ડેટાથી વધુ વોઇસ કોલિંગનો ઉપયોગ કરે છે. telecomtalk.info ના એક અહેવાલ અનુસાર આ પ્લાનને હજુ કેટલાક સિલેક્ટેડ સર્કલ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

Vodafone એ તાજેતરમાં જ લોન્ચ કર્યો હતો લોન્ગ ટર્મ પ્લાન
વોડાફોને તાજેતરમાં જ 1,699 રૂપિયાનો લોન્ગ ટર્મ પ્લાન લોન્ચ કર્યો હતો જેના હેઠળ ગ્રાહકોને કોઇપણ FUP લિમિટ વિના અનલિમિટેડ લોકલ તથા નેશનલ કોલિંગ આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં વોડાફોન યૂજર્સને દરરોજ 100 એસએમએસ અને 1GB ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. ફ્રી ડેટા પુરો થઇ જતાં આ પ્લાનને યૂજર્સને 50 પૈસા પ્રતિ એમબીના દરથી ડેટા મળશે. વોડાફોનના આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે અને તેમાં યૂજર્સને Vodafone Play નું કોમ્પલીમેંટ્રી પણ આપવામાં આવે છે. 

એરટેલ અને જિયોના પણ લોન્ગ ટર્મ વેલિડિટીવાળા પ્લાન
વોડાફોને પોતાના લોન્ગ ટર્મ પ્લાન દ્વારા Airtel અને Reliance Jio ના લોન્ગ ટર્મ પ્લાનને આકરી ટક્કર આપી છે. એરટેલે પોતાના 1,699 રૂપિયાના પ્લાનમાં યૂજર્સને 365 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 SMS ની સાથે ડેલી 1GB નો ડેટા આપવામાં આવી રહ્યો છે. તો જિયોના 1,699 રૂપિયાના પ્લાનમાં યૂજર્સને દરરોજ 1.5GB ડેટાની સાથે 365 દિવસની વેલિડિટી મળી રહી છે. આ ઉપરાંત જિયો પોતાના આ પ્લાનના યૂજર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news