Reliance Jio અને Airtel ને ટક્કર આપશે Vodafone Idea ની ન્યૂ ઈયર ઓફર

Reliance Jio અને Airtel ને ટક્કર આપશે Vodafone Idea ની ન્યૂ ઈયર ઓફર

દેશની મુખ્ય ટેલિકોમ કંપનીઓ વચ્ચે મુકાબલો તેજ કરતાં Vodafone Idea પોતાના ગ્રાહકો માટે ન્યૂ ઈયર ઓફર લોંચ કરવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર Vodafone Idea પોતાના ગ્રાહકોને 95 રૂપિયાથી વધુના રિચાર્જ પર 30 રૂપિયાનું Amazon Pay વાઉચર આપશે. આ વાઉચરનો ઉપયોગ વિજળી જેવા યૂટિલિટી બિલ, મોબાઇલ અને ડીટીએચ રિચાર્જની સાથે Amazon.in પર ખરીદી કરવા માટે ઉપયોગ કરી શકશે.

આ ઓફર કંપનીના પ્રીપેડ ગ્રાહકો માટે છે. માનવામાં આવી રહ્યું છે કે આ ઓફર દ્વારા કંપની Reliance Jio અને Airtel થી મળી રહેલા પડકારોનો સામનો કરી શકશે. તેનાથી ના ફક્ત તેને પોતાના ગ્રાહકોને રોકવામાં મદદ મળશે, પરંતુ રિચાર્જની સંખ્યામાં પણ વધારો થશે.

મીડિયા રિપોર્ટ અનુસાર વોડાફોન આઇડિયાના ગ્રાહકોને 95 અથવા તેનાથી વધુનું રિચાર્જ કરવા પર 30 રૂપિયાનું અમેજોન પે ગિફ્ટ વાઉચર મળશે. આ પ્રકારે 95 રૂપિયાના રિચાર્જનું મૂલ્ય 65 રૂપિયા જ હશે. આ ઓફરથી કંપનીના ખજાનામાં વધારો થશે. વોડાફોને આ પહેલાં રિચાર્જ પર વાઉચરના રૂપમાં 100 ટકા કેશબેકની ઓફર કરી હતી. 

આ ઓફર થોડી ઘણી રિલાયન્સ જિયો જેવી હતી. આ ઉપરાંત વોડાફોને પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે અમેજોન પ્રાઇમ મેંમરશિપ લેતાં 50 ટકાની છૂટની ઓફર પણ કરી છે. વોડાફોન આઇડિયાની ન્યૂ ઈયર ઓફર 10 જાન્યુઆરી સુધી વેલિડ છે. જોકે આ ઓફર અત્યારે કંપનીના આઉટલેટ પર ઉપલબ્ધ નથી અને ના તો કંપની સત્તાવાર રીતે તેની જાહેરાત કરી છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે એક-બે દિવસમાં આ ઓફર સાર્વજનિક થઇ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news