Jio બાદ વોડાફોન યૂજર્સ માટે મોટી ખુશબરી, 151 રૂપિયામાં મળશે આ બધુ

 રિલાયન્સ જિયો (Reliance Jio) બજારમાં આવ્યા બાદ ટેલીકોમ કંપનીઓ વચ્ચે પ્રાઇસવોરને લઇને જોરદાર યુદ્ધ શરૂ થઇ ગયું છે. જિયોને ટક્કર આપવા માટે કંપનીઓ વ્યાજબી દરે ડેટા આપવા માટે એક-એકથી ચઢિયાતા પ્લાન લઇને આવી રહ્યાં છે. થોડા દિવસો પહેલાં એરટેલ અને બીએસએનએલે કેટલાક સસ્તા પ્લાન બજારમાં ક્રાંતિ લાવી દીધી હતી. હવે વોડાફોન પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે બે નવા પ્લાન લઇને આવી છે. વોડાફોનનો પહેલા પ્લાન હેઠળ 158 રૂપિયા ચૂકવવા પડશે. 

Jio બાદ વોડાફોન યૂજર્સ માટે મોટી ખુશબરી, 151 રૂપિયામાં મળશે આ બધુ

નવી દિલ્હી: રિલાયન્સ જિયો (Reliance Jio) બજારમાં આવ્યા બાદ ટેલીકોમ કંપનીઓ વચ્ચે પ્રાઇસવોરને લઇને જોરદાર યુદ્ધ શરૂ થઇ ગયું છે. જિયોને ટક્કર આપવા માટે કંપનીઓ વ્યાજબી દરે ડેટા આપવા માટે એક-એકથી ચઢિયાતા પ્લાન લઇને આવી રહ્યાં છે. થોડા દિવસો પહેલાં એરટેલ અને બીએસએનએલે કેટલાક સસ્તા પ્લાન બજારમાં ક્રાંતિ લાવી દીધી હતી. હવે વોડાફોન પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે બે નવા પ્લાન લઇને આવી છે. વોડાફોનનો પહેલા પ્લાન હેઠળ 158 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ ઉપરાંત 28 GB 4G/3G ડેટા મળશે. 

દરરોજ 250 મિનિટ વોઇસ કોલિંગ
અનલિમિટેડ કોલિંગ હેઠળ યૂજર દરરોજ 250 મિનિટ વોઇસ કોલિંગની સુવિધા લઇ શકે છે. સાથે જ યૂજર 1 અઠવાડિયામાં 1000 મિનિટથી વધુ વોઇસ કોલિંગ કરી શકશે નહી. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એટલે કે તમને દરરોજ 1 GB ડેટા મળશે. પરંતુ તેને તમે દરરોજ 1 GB મુજબ ન વાપરતાં એક દિવસમાં વધુ પણ યૂજ કરી શકો છો. આ ઉપરાંત કંપનીએ બીજું પેક 151 રૂપિયાનું લોંચ કર્યું છે. તેમાં યૂજરને 28 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 1 GB 4G/3G ડેટા મળશે. એટલે કે આ પ્લાનમાં દરરોજ 1 GBથી વધુ યૂઝ કરી શકો છો. 

151 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ
151 રૂપિયાવાળા પ્લાનમાં પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા છે. તમને જણાવી દઇએ કે વોડાફોને આ બંને પ્લાન હાલમાં ફક્ત કેરલ સર્કલ માટે લાગૂ છે. વોડાફોન દ્વારા આ પ્લાન દિલ્હી એનસીઆર અને મુંબઇ સર્કલમાં લાગૂ કરવામાં આવ્યો નથી. આ સર્કલમાં વોડાફોનનું 198 રૂપિયાવાળો છે, જેમાં 28 દિવસની વેલિડિટી સાથે યૂજરને 1.4 GB 4G/ 3G ડેટા મળે છે. આ ઉપરાંત યૂજરને તેમાં અનલિમિટેડ કોલિંગની સાથે 100 એસએમએસ દરરોજ મળે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે વોડાફોનનો 158 રૂપિયાવાળો પ્લાન જિયોના 149 રૂપિયાવાળા પ્લાનની માફક છે. જિયોએ 149 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસ અને 1.5 GB ડેટાની સુવિધા 28 દિવસ સુધી મળે છે. એરટેલન 169 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝરને 28 દિવસ સુધી દરરોજ 1 GB डाटा, 100 SMS અને અનલિમિટેડ કોલિંગ કરવાનો લાભ આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news