માત્ર 1 મિનિટમાં ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર પર થાય છે આટલી બધી પોસ્ટ, આંકડો જોઇ ચોંકી જશો

What Happens on Internet in Every minute: આજે જ જાણી લો માત્ર 1 મિનિટમાં ઈન્ટરનેટ પર કેટલુ બધુ થઈ જાય છે ત્યારે અહીં તમને સમજાશે માત્ર 1 મિનિટનું મહત્વ..

માત્ર 1 મિનિટમાં ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર પર થાય છે આટલી બધી પોસ્ટ, આંકડો જોઇ ચોંકી જશો

What Happens on Internet in Every minute: તમે બધા ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હશો. કેટલાક લોકો અપડેટ્સ મેળવવા માટે ઇન્ટરનેટ સ્ક્રોલ કરે છે, કેટલાક નવી માહિતી શોધવા અથવા કેટલાક અન્ય હેતુ માટે. દરેક વ્યક્તિ આજે ઇન્ટરનેટ પર અમુક કામ કરે છે. આજે આપણે કંઈપણ નવું જાણવું કે શીખવું હોય તો સૌ પ્રથમ ઈન્ટરનેટ પર જઈએ છીએ. આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે માત્ર 1 મિનિટમાં ઈન્ટરનેટ પર શું થઈ જાય છે.

એક મિનિટમાં ઘણું બધું થાય છે
બોલવામાં ભલે 1 મિનિટ વધુ સમય ન લાગે, પરંતુ ડિજિટલ યુગમાં 1 મિનિટમાં ઘણું બધું થઈ જાય છે. વ્યક્તિ ઈન્ટરનેટ દ્વારા 1 મિનિટમાં દિલ્હીથી યુકે અથવા જાપાન સુધીના લાઈવ અપડેટ્સ જાણી શકે છે.

- સર્ચ એન્જિન ગૂગલ પર માત્ર 1 મિનિટમાં લગભગ 60 લાખ વસ્તુઓ સર્ચ કરવામાં આવે છે.
- 60 સેકન્ડની અંદર, લોકો YouTube અને અન્ય પ્લેટફોર્મ અને ટીવી પર લગભગ 10 લાખ કલાકના વીડિયો જોઈ લે છે.
- ટ્વિટરની વાત કરીએ તો આ પ્લેટફોર્મ પર માત્ર 60 સેકન્ડમાં 3,47,222 ટ્વિટ પોસ્ટ કરવામાં આવે છે.

No description available.

- મોબાઈલથી માત્ર 1 મિનિટમાં 16 મિલિયન મેસેજ અને લગભગ 23 કરોડ 14 લાખ 58 હજાર 333 ઈ-મેઈલ મોકલવામાં આવે છે. તેવી જ રીતે, યુટ્યુબ પર 1 મિનિટમાં 500 કલાકનો કન્ટેન્ટ અપલોડ કરમામા આવે છે.
- માત્ર 60 સેકન્ડની અંદર 24,30,555 સ્નેપ અને ઝૂમ એપ્લિકેશન પર 1,04,642 કલાકની મીટિંગ્સ થાય છે.
- ઇન્સ્ટાગ્રામ પર 1 મિનિટમાં 65,972 ફોટા અને વીડિયો પોસ્ટ કરવામાં આવે છે જ્યારે ફેસબુક પર 60 સેકન્ડમાં 17 લાખ પોસ્ટ કરવામાં આવે છે. માત્ર 60 સેકન્ડમાં લોકો ઈ-કોમર્સ વેબસાઈટ Amazon પરથી 3,592 કરોડ રૂપિયાની ખરીદી કરે છે.

તમારી સુવિધા માટે અહીં અમે ચાર્ટ પણ ઉમેરી રહ્યા છીએ જેમાં તમે વધારાની માહિતી મેળવી શકો છો. આ ડેટા વાંચ્યા પછી, તમે સમયના મહત્વને વધુ સારી રીતે સમજી શકશો કે તે 1 મિનિટમાં ઇન્ટરનેટ પર શું બન્યું છે જેને આપણે માત્ર નાની સમજીને વેડફી નાખીએ છીએ.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news