Whatsapp લાવી રહ્યું છે જબરદસ્ત ફિચર, સાંભળીને ખુશ થશે પરિવાર
ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કર્યું એલાન
Trending Photos
નવી દિલ્હી : ફેસબુક (Facebook) હવે વોટ્સએપ (WhatsApp) પર ગ્રૂપ વીડિયો કોલનું ફિચર શરૂ કરવાનું છે. આ સાથે જ સ્ટીકર સપોર્ટનું પણ ઓપ્શન મળશે. ફેસબુકની વાર્ષિક કોન્ફરન્સમાં અનેક એલાન કરવામાં આવ્યા જેમાં કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગે આ જાહેરાત કરી છે. આ સિવાય ફેસબુકમાં પણ કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે જેના અંતર્ગતત 'ક્લિયર હિસ્ટ્રી' તેમજ 'ડેટિંગ સર્વિસ'ને જોડી દેવામાં આવ્યા છે.
બ્લોક પોસ્ટ પ્રમાણે વોટ્સએપમાં વોઇસ અને વીડિયો કોલિંગ ફિચર બહુ લોકપ્રિય છે અને એમાં બહુ જલ્દી ગ્રૂપ કોલિંગ ફિચર પણ જોડાશે. અન્ય મોબાઇલ એપ 'હાઇક' અને ફેસબુકમાં પહેલાંથી જ સ્ટિકર ઓપ્શન છે. કંપનીએ આપેલી માહિતી પ્રમાણે રોજ 2 અરબથી વધારે વ્યક્તિઓ વોટ્સએપનો વપરાશ કરે છે. હાલમાં વોટ્સએપ ગ્રૂપ કોલિંગ ફિચરનું બીટા વર્ઝનમાં ટેસ્ટિંગ થયું છે અને હાલમાં તે યુઝર માટે એક્ટિવ નથી અને એને એક્ટિવ થવામાં થોડો સમય લાગશે.
વોટ્સએપ પર એક ખાસ ફીચર આવ્યું છે. આ ફીચરનું નામ ‘રિસ્ટ્રિક્ટ ગ્રુપ’ છે. આ ફીચર હેઠળ ગ્રુપ એડમિનને એવો પાવર મળશે કે તે બીજા સભ્યોને ટેક્સ્ટ મેસેજ, ફોટો, વીડિયો અથવા મેસેજ મોકલવા પર પ્રતિબંધ લગાવી શકશે. આ ફીચરના ઉપયોગથી ગ્રુપ એડમિન કોઈપણ મેમ્બર પર પ્રતિબંધ લગાવી શકે છે. આ ફીચરને એક્ટિવ કરવા માટે વોટ્સએપ અપડેટ કરવાનું રહેશે. આ ફીચરને ટેસ્ટ કરનારી સાઈટે કહ્યું છે કે વોટ્સએપને 2.18.132 એન્ડ્રોઈડ વર્ઝન પર અપડેટ કરવાનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે