Xiaomiએ લોન્ચ કર્યો 10 જીબી રેમ વાળો પ્રથમ 5G સ્માર્ટફોન, જાણો ફોનની કિંમત અને ફિચર્સ

એમઆઇ મિક્સ-3ને 6જીબી, 8જીબી, અને 8 જીબી 256 જીબી સ્ટોરેજ વાળા ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 

Xiaomiએ લોન્ચ કર્યો 10 જીબી રેમ વાળો પ્રથમ 5G સ્માર્ટફોન, જાણો ફોનની કિંમત અને ફિચર્સ

દિલ્હી: ચીનની સ્માર્ટફોન કંપની શાઓમીએ છેવટે, 5 મી પેઢીથી સ્માર્ટફોનની સ્ક્રીનિંગ કરવામાં આવી છે. કંપનીએ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. એમઆઇ મિક્સ3માં નામના આ 5જી ફોનને ચીનમાં એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન લોન્ચ કર્યો હતો, એમઆઇ મિક્સ-3માં પહેલી વાર આ પ્રકારનું ફિચર્સ ઉમેરવામાં આવ્યું છે. જો અત્યાર સુધીમાં કોઇ પણ સ્માર્ટફોનમાં જોવા મળતુ નથી. 4 કેમેરા વાળા આ સ્માર્ટ ફોનમાં 10 જીબી રેમ પણ આપવામાં આવી છે. શાઓમીના પ્રેસીડેન્ટ લિન બિનએ એક ઇવેન્ટમાં આ ફોનને લોન્ચ કર્યો હતો. 

Mi Mix3 શું છે કિંમત?
એમઆઇ મિક્સ-3ને 6 જીબી, 8 જીબી અને 8જીબી 256 જીબી સ્ટોરેજીની સાથે ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં અવ્યો છે. 6 જીબી અને 128 જીબી સ્માર્ટફોનની કિંમત 3,299 ચીની યુઆન રાખવામાં આવ્યો છે. ભારતીય ચલણમાં તેની કિંમત આશરે 35 હજાર રૂપિયા થાય છે.

જ્યારે એમઆઇ મિક્સ 3ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમત 3,599 ચીની યુઆન(આશરે 38,000 રૂપિયા) જેટલી જ્યારે 8 જીબી અને 256 જીબી સ્ટોરેજ વાળા મોડેલની કિંમત 3,999 ચીની યુઆન(આશરે 42,000 રૂપિયા) નક્કી કરવામાં આવી છે. એમઆઇ મિક્સ-3ના સ્પેશલ વેરિએન્ટમાં પણ લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 10 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજની ક્ષમતા છે. શાઓમી દ્વારા તેના સ્પેશિયલ વેરિએન્ટની કિંમત 4999 (આશરે લગભગ 53,000) રૂપિયા રાખવામાં આવી છે.

Xiaomi

Mi Mix3ના સ્પેશિફિકેશન 
શાઓમીએ તેના નવા એમઆઇ મિક્સ-3 સ્માર્ટફોનમાં 6.4 ઇચની ફૂલ એચડી પ્લસ ઓએલઇડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેનું રિઝોલ્યૂશન 1080x2340 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 19:5:9 રાખવામાં આવ્યો છે. આ ફોનમાં ડ્યુઅલ સીમ સપોર્ટની સાથે એન્ડ્રોઇડ ઓરિયો 8.1 આધારિત MIUI 10ને ઉમેરવામાં આવ્યો છે. એમ મિક્સ-3 ક્વોલકૉમના સ્નેપડ્રૈગન 845 પ્રોસેસર આપવામાં આવી છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 630 જીપીયૂ આપવામાં આવ્યું છે.

Xiaomi

4 કેમેરા વાળો ફોન 
શાઓમીએ Mi Mix 3માં ચાર કેમેરાઓ સેટ કરવામાં આવ્યા છે. બે કેમેરા ફ્રંટમાં અને બે કેમેરા પાછળ આપવામાં આવ્યા છે. સેલ્ફી કેમેરો 24 મેગાપિક્સલ છે. એક 12 મેગા પિક્સલ અને બીજામાં પણ 12 મેગા પિક્સલનો ટેલીફોટો લેન્સ આપવામાં આવ્યો છે. બંન્ને કેમેરામાં AI સપોર્ટ સિસ્ટમ અને ફ્લેશ લાઇટ આપવામાં આવી છે. ફોનમાં ફિંગર પ્રિન્ટ સેંસર અને ફેસ અનલોક સિસ્ટમ, 3850mAhની બેટરી, વાઇફાઇ, બ્લુટૂથ V5.0, જીપીએસ, યુએસબી ટાઇપ સી ચાર્જર પણ આપવામાં આવ્યું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news