વિધાનસભા સત્ર: શિયાળુ સત્રના અંતિમ દિવસે ગૃહમાં આજે રજૂ થશે 5 બિલ

આજે વિધાનસભા શિયાળુ સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે. આજના અંતિમ દિવસે ગૃહમાં 5 બિલ રજૂ કરવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના બિલને લઈને આજે કોંગ્રેસ વિરોધ કરી શકે છે. તો આદિવાસી ધારાસભ્યો બિલ મુદ્દે ગુજરાત વિધાનસભામાં પોતાનો વિરોધ નોંધાવી શકે છે. કોંગ્રેસ પણ વિધાનસભાના આખરી દિવસે સાશક પક્ષ સાથે લડવાના મૂડમાં છે. કોંગ્રેસ આજે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ બાદ પરીક્ષા રદ કરવાના મુદ્દે ગુજરાત વિધાનસભાના ગૃહમાં હંગામો કરી શકે છે.

Trending news