પ્રચાર માટે પહોચેલા ભાજપના નેતા ધૂણવા લાગ્યા, વીડિયો થયો વાયરલ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયા માતાજીના માંડવામાં ધૂણતા દેખાયા હતા. જેના કારણે રાજકોટનું રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે, કે પ્રચાર કરવા માટે પહોંચેલા મોહન કુંડારિયા અને અરવિંદ રૈયાણી ભુવા બનીને ધુણવા માડ્યા હતા. માતાજી પ્રત્યે શ્રદ્ધા ધરાવતા લોકોના મત લેવા માટે મોહન કુડારિયા ભુવા બનીને ધૂણી હતા તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Trending news