ભારતીય વાયુસેનાની તાકાત વધી, ચિનૂક હેલિકોપ્ટર દુશ્મનોને ભારે પડશે

ચિનૂક હેલિકોપ્ટર મળતાં ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેક ગણો વધારો થયો છે. અમેરિકી કંપની બોઇંગ દ્વારા બનાવાયેલ ચિનૂક સીએચ 47 આઇ હેલીકોપ્ટર હવે ભારતીય વાયુસેનાનો હિસ્સો બનવા જઇ રહ્યું છે. ચિનૂક હેવી લિફ્ટ ક્ષમતાવાળું અને એડવાન્સ મલ્ટી મિશન હેલીકોપ્ટર છે. જે લડાકૂ ભૂમિકામાં ઘણું મહત્વનું છે. ઓસામા બિન લાદેનના એન્કાઉન્ટર વખતે આ હેલીકોપ્ટર ઘણું ઉપયોગી સાબિત થયું હતું. જે જોતાં એર સ્ટ્રાઇક વખતે આ હેલીકોપ્ટર દુશ્મનો માટે ઘાતક સાબિત થઇ શકે એમ છે.

Trending news