પરપ્રાંતીયો મામલે આમને-સામને થયું ભાજપ-કોંગ્રેસ, જુઓ શું કહ્યું?
હિંમતનગરમાં ઠાકોરની 14 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લઇને સમગ્ર ગુજરાતમાં પરપ્રાતીયોને મળતી ધમકીને કરાણે હિજરત કરવાની ફરજ પડી રહી છે. જેના બાદ ગુજરાતભરમાં પરપ્રાંતીયો પર હુમલા થઈ રહ્યાં છે. આ ઘટના પર હવે કોંગ્રેસ-ભાજપ દ્વારા રાજનીતિ ખેલાઈ રહી છે. ત્યારે સીએમ વિજય રૂપાણી અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સામસામે આકરા પ્રહારો કર્યા હતા.