સાબરમતી જેલમાંથી ખંડણી માગવાના રેકેટનો પર્દાફાશ, ગુજસીટોક હેઠળ કેસ નોંધાયો

શહેરના મોટા મોટા વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી અને હત્યા કરનાર કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ફરીથી સક્રિય થયો છે. સાબરમતી જેલમાંથી વિશાલ ગોસ્વામી ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાં તપાસ કરતા વિશાલ ગોસ્વામી પાસેથી સ્માર્ટ ફોન મળી આવ્યા હતા. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વિશાલના ચાર સાગરિતોની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી છે.

Trending news