વિદ્યાર્થીઓની મહત્વની ગોપનીય માહિતી રઝળતી મળી ડમ્પિંગ સાઇટમાં

અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઇટ નજીક આવેલા ગોડાઉનમાં બોર્ડની પરીક્ષામાં વપરાતી સામગ્રીઓ મળી આવી છે. પરીક્ષામાં વપરાતા સ્ટીકર, ઉત્તરવહી, ખન્ડનિરીક્ષકના આઈ કાર્ડ, OMR શીટના કવર, GTU ના સિક્કાવાળા કવર, નવી માધ્યમિક શાખા માટેની દરખાસ્ત ફાઇલ, પોલીસ સબઇન્સ્પેક્ટર ભરતી બોર્ડ પ્રિલીમીનરી પરીક્ષાના કવર, HSC માર્ચ 2017ની પરીક્ષાના કવર, OMR શીટના પેકીંગ કવર, GTU ની ઉત્તરવહી, પ્રશ્નપત્રો, બોર્ડની પરીક્ષાના પ્રવેશપત્ર, માર્ચ 2019ના પ્રશ્નપત્ર, પ્રાયોગિક પરીક્ષા 2019ના સીલબંધ કવર, જવાબ લખેલી બોર્ડની ઉત્તરવહી, ધોરણ 12 સાયન્સની માર્કશીટ, વિદ્યાર્થીઓના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટની ઝેરોક્સ અને એલસીની ઝેરોક્સ મળી આવી છે.

Trending news