ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા જે.પી.નડ્ડા

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવા અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (જેપી નડ્ડા) બની ગયા છે. સોમવારે ભાજપ સ્થિત મુખ્યાલયમાં જેપી નડ્ડા નિર્વિરોધ આ પદ માટે ચૂંટાયા હતા. રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી અને પૂર્વ મંત્રી રાધામોહન સિંહે જેપી નડ્ડા ભાજપના અધ્યક્ષ બનવા અંગેની જાહેરાત કરી હતી. ભાજપમાં અધ્યક્ષ પદ કોઇપણ પ્રકારના મુકાબલા વિના ચૂંટવાની પરંપરા રહી છે. જેપી નડ્ડાનો કાર્યકાળ 2020 સુધી રહેશે.

Trending news