રાજકોટમાં PSIની રિવોલ્વરથી થયું ફાયરિંગ, રાહદારીનું મોત

શહેરના બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.પી ચાવડા રિવોલ્વર સાફ કરતા હતા તે વખતે મિસ ફાયર થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહીલને ગોળી આવી ગઇ હતી. જેને પગલે દિનેશ ગોહીલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક અને પીએસઆઇ ચાવડા મિત્રો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મુદ્દે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. આગામી દિવસોમાં વધારે તપાસ હાથ ધરીને જરૂર પડ્યે વધારાની કલમો ઉમેરવામાં આવશે.

Trending news