મહારાષ્ટ્રમાં ખુરશીનો ખેલ: 24 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરવા ત્રણેય પાર્ટીની માગ

આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યમાં ફ્લોર ટેસ્ટને લઇને આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા સંભળાવવામાં આવનાર ચુકાદા પહેલાં એનસીપી નેતા અને રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવાર ચર્ચગેટ સ્થિત પોતાના ઘરેથી સવારે નિકળતા જોવા મળ્યા હતા. ત્યાંથી તે ટ્રાઇડેંટ હોટલ ગયા. આ હોટલમાં પહેલાંથી જ ભાજપ દ્વારા મહરાષ્ટ્રના પ્રભારી ભૂપેંદ્વ યાદવ હાજર હતા.

Trending news