વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગરબા રમી વગાડ્યો ઢોલ

નવરાત્રિનાં રંગમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પરેશ ધાનાણી રંગાયા હતા. પરેશ ધાનાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નવરાત્રિનાં ચોથા નોરતે પરેશ ધાનાણીએ ગરબા કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને ગરબાનાં કાર્યક્રમમાં ડ્રમ વગાડયું હતું. પરેશ ધાનાણીએ ડ્રમ વગાડીને ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. અગાઉ પરેશ ધાનાણીનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ ખેલૈયા સાથે ગરબે ઘુમ્યા હતા. હાલ જે વીડિયો સામે આવ્યો છે જેમાં પરેશ ધાનાણીએ ડ્રમ વગાડીને સૌને ચકિત કરી દીધા હતા.

Trending news