દાહોદની અરિહંત હોટલની દાળમાંથી નીકળી જીવાત

દાહોદ શહેરની પ્રખ્યાત અરિહંત દાળ બાટી નામક હોટેલની દાળમાંથી કીડા નીકળતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. ગત મોડી રાત્રે સ્વિગીમાં ઓર્ડર કરી ગ્રાહકે અરિહંત દાળ બાટીમાંથી દાળ તેમજ બાટી મંગાવી હતી. જોકે દાળ માંથી નાની જીવાતો નીકળતા ગ્રાહક દાળ લઈ હોટેલ પર પહોંચ્યો હતો. જોકે હોટલ સંચાલકે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા ગ્રાહકે હોબાળો કર્યો હતો. તંત્ર દ્વારા તત્કાલિક ધોરણે આ હોટલની તપાસ કરવામાં આવે તેવી ગ્રાહકની માંગ કરી છે.

Trending news