VIDEO પ્રવીણ તોગડિયાનું આંખોમાં આંસુ સાથે મીડિયાને સંબોધન

પ્રવીણ તોગડિયાએ સવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને સોમવારનો ગાયબ થવાથી લઈને મળી આવવાના ઘટનાક્રમ અંગે ખુલાસો કર્યો. આ સાથે તેમણે અનેક ગંભીર આક્ષેપો પણ કર્યાં. બોલતા બોલતા પ્રવીણ તોગડિયા ભાવુક થઈ ગયા હતાં અને રડી પડ્યાં હતાં. તેમણે સ્વીકાર્યું કે તેઓ રાજસ્થાન પોલીસની ધરપકડથી બચવા માટે ગાયબ થયા હતાં. તમામ અટકળો વચ્ચે તોગડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ કર્યો કે રાજસ્થાન પોલીસે તેમના એન્કાઉન્ટરનું કાવતરું ઘડ્યું હતું. આથી તેઓ પોતે જ વીએચપી કાર્યાલયથી ગાયબ થયા હતાં. 

Trending news