1984 શીખ રમખાણ કેસ : કોંગ્રેસ નેતા સજ્જન કુમાર દોષિત, આજીવન કેદ

1984ના શીખ વિરોધી રમખાણ કેસમાં દિલ્હી હાઈકોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટી નાખતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને તોફાનો ભડકાવવા અને કાવતરા રચવાના મામલે દોષિત જાહેર કર્યા છે. જો કે કોર્ટે તેમને હત્યાના આરોપમાંથી નિર્દોષ છોડ્યા છે. અત્રે જણાવવાનું કે આ ચુકાદો એવા સમયે આવ્યો છે કે જ્યારે કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે. ન્યાયમૂર્તિ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પેનલે 29 ઓક્ટોબરના રોજ સીબીઆઈ, રમખાણો પીડિતો અને દોષિતો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી હાથ ધર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો

Trending news