ચકચારી બીટકોઇન કૌભાંડ: શૈલેષ ભટ્ટની સાળીએ જયેશ ભટ્ટ પર કર્યા આક્ષેપો

ગુજરાતનું અતિ ચકચારી બીટકોઈન કૌભાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આરોપી શૈલેષ ભટ્ટના સાળીએ જયેશ પટેલ પર આક્ષેપ કરતા આજે ફરી એક વખત રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને ગઇકાલે ફરી તેને જાન થી મારી નાખવાની ધમકી મળી હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ બીટકોઈન વેચી બાદમાં જયેશ પટેલએ રાજકોટ, દુબઇ અને અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું.

Trending news