દાનિશ કનેરિયાને ભેદભાવનો શિકાર થયો: શોએબ અખ્તર

પાકિસ્તાનના પ્રતિબંધિત ટેસ્ટ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ શુક્રવારે કહ્યું કે, જ્યારે તે રમતો હતો ત્યારે કેટલાક ખેલાડી હતા જે હિન્દુ હોવાને કારણે તેને નિશાન બનાવતા હતા પરંતુ તેણે ક્યારેય ધર્મ પરિવર્તન કરવાની જરૂરીયાત કે દબાવ અનુભવ્યો નથી. સ્પોટ ફિક્સિંગને કારણે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા લેગ સ્પિનર શોએબ અખ્તરના તે નિવેદન બાદ ચર્ચામાં આવ્યો છે, જેમાં આ ફાસ્ટ બોલરે આરોપ લગાવ્યો હતો કે કેટલાક પાકિસ્તાની ખેલાડી ધર્મને કારણે કનેરિયાની સાથે ભોજન કરવાનો પણ ઇનકાર કરતા હતા.

Trending news