NPRમાં કોઈની નાગરિકતા જશે નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની વસ્તી ગણતરી 2021ની પ્રક્રિયા શરૂ કરવા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનપીઆર)ને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, એનપીઆર અને એનઆરસી વચ્ચે કોઈ સંબંધ નથી. તે હું સ્પષ્ટ પણે કહુ છું. દેશભરમાં એનઆરસી પર કોઈ વાત થઈ રહી નથી. તેના પર ચર્ચાની કોઈ જરૂર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચુ કહ્યું હતું કે એનઆરસી પર કેબિનેટ અને સંસદમાં કોઈ ચર્ચા થઈ નથી.

Trending news