સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર બારકોડ સ્કેનર મશીન બંધ, પ્રવાસીઓ અટવાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વ્યૂહ ગેલેરીની ટિકિટો હાઉસ ફૂલ થઇ જતા તંત્ર દ્વારા સુરક્ષા સાથે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. બસોની સુવિધાઓ પણ વધારાઈ આ રજાના દિવસોમાં તંત્ર ખડે પગે રહી પ્રવાસીઓની સવલત વધારી રહ્યાંનો તંત્રનો દાવો, સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. જોકે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર બારકોડ સ્કેનર મશીન બંધ થઇ જતા પ્રવાસીઓ અટવાયા હતા.

Trending news