VIDEO: ઈસરોની અંતરિક્ષમાં શાનદાર સદી

ચેન્નાઈ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે પોતાનો 100મો ઉપગ્રહ અંતરિક્ષમાં લોન્ચ કરીને ઈતિહાસ સર્જી નાખ્યો. ચેન્નાઈથી 110 કિમી દૂર સ્થિત શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી તે આ 100માં ઉપગ્રહની સાથે 30 અન્ય ઉપગ્રહ પણ અંતરિક્ષમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યાં. પોતાના આ 42માં મિશન માટે ઈસરો ભરોસાપાત્ર Polar satellite launch vehicle (PSLV) સી40ને મોકલ્યું છે જેણે કાર્ટોસેટ-2 શ્રેણીના ઉપગ્રહ અને 30 પેટા ઉપગ્રહો (જેનું કુલ વજન લગભગ 613 કિગ્રા છે)ને લઈને આજે સવારે 9 વાગ્યે 28 મિનિટ પર ઉડાણ ભરી. આ મિશનમાં 28 વિદેશી અને 3 સ્વદેશી ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યાં. જેમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અમેરિકાના ઉપગ્રહો સામેલ છે. 

Trending news