લો બોલો! રાજકોટમાં હેલ્મેટને બદલે પહેરી તપેલી

ગુજરાતમાં આજથી મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) લાગુ કરાયો છે. જેમાં સવારથી જ ગુજરાતના તમામ રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ (traffic Police)નો સ્ટાફ ઉભા રહીને લોકોને કાયદાનું ભાન કરાવી રહ્યાં છે. આજે બપોર સુધી રાજ્યના ટ્રાફિક વિભાગોએ લાખોનો દંડ વસૂલ્યો છે. વારંવાર સૂચનાઓ છતાં લોકો પકડવા પર પોતાનો લુલ્લો બચાવ કરી રહ્યાં છે. અનેક લોકો દંડ ન ભરવા માટે બહાના બનાવી રહ્યાં છે, તો કેટલાક ટ્રાફિક પોલીસની નજરે ન ચઢે તે માટે વિવિધ તરકીબો અપનાવી રહ્યાં છે. તો કેટલાકે આ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે રાજકોટ (Rajkot)માં અજીબોગરીબ રીતે ટ્રાફિક નિયમ (Traffic Rules)ના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે.

Trending news