12 વર્ષના લિયોએ શરૂ કરી પોતાની સ્કૂલ, આપે છે ફ્રીમાં એજ્યુકેશન
આ સ્કૂલ ફ્રી એજ્યુકેશન એટલે કે મફતમાં શિક્ષણ આપી રહ્યો છે. લિયોનાર્ડોની સ્કૂલમાં 40 સ્ટૂડેન્ટ્સ છે, જેમાં બાળકોની સાથે-સાથે કેટલાક યુવાન પણ સામેલ છે.
Trending Photos
લિયોનાર્ડો નિકાનોર કિંતેરોસ માત્ર 12 વર્ષનો છે. પરંતુ આ નાની ઉંમરમાં જ તેણે પોતાની એક પ્રાઇવેટ સ્કૂલ ચલાવી રહ્યો છે. આ સ્કૂલ ફ્રી એજ્યુકેશન એટલે કે મફતમાં શિક્ષણ આપી રહ્યો છે. લિયોનાર્ડોની સ્કૂલમાં 40 સ્ટૂડેન્ટ્સ છે, જેમાં બાળકોની સાથે-સાથે કેટલાક યુવાન પણ સામેલ છે.
તેમના માટે જેમણે પૈસાના કારણથી છોડ્યો અભ્યાસ
લિયોનાર્ડોને ભણવું ખુબ જ પસંદ હતું. તે તેના આ શોખને બીજા સાથે પણ વહેંચવા માગે છે. એક વર્ષ પહેલાની વાત છે. લિયોનાર્ડો જોયું કે તેના ઘણા મિત્રો પૈસા ન હોવાથી સ્કૂલ છોડી રહ્યાં છે. તેથી, લિયોનાર્ડોએ તેમના વતી કંઈક કરવાનું વિચારી લીધું. લિયોએ તેની દાદી રામોનાને જણાવ્યું કે તે એક સ્કૂલ શરૂ કરવા માગે છે. જ્યાં ગરીબ અને રસ્તા પર રમતા બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવશે. દાદીને માસૂમ લિયોના આ આઇડિયા પર ગર્વ અનુભવ થયો અને તેમણે લિયોની મદદ કરી.
40માંથી 36 બાળકો લિયો કરતા નાના
લિયોની સ્કૂલ આર્જેન્ટીનાના લાસ પિડ્રિટાસ શહેરમાં છે. તેની સ્કૂલમાં 40માંથી 36 બાળકો તેનાથી નાની ઉંમરના છે. જ્યારે અન્ય કેટલાક માટો બાળકો પણ ત્યાં પહોંચી રહ્યાં છે. આ ફ્રી પ્રાઇવેટ સ્કૂલના લિયોનાર્ડો શિક્ષક પણ છે અને આચાર્ય પણ છે. આ સ્કૂલ સામાન્ય સ્કૂલોથી થોડી નાની જરૂર છે, પરંતુ લીઓની ઇચ્છાઓ અને શિક્ષણ માટે તેમનો જુસ્સો તેને વધુ મોટો બનાવે છે.
સ્કૂલમાં લોકર, અને લાયબ્રેરી પણ છે
આ સ્કૂલમાં બ્લેક બોર્ડ અને બેંચની સાથે જ સ્ટૂડેન્ટ્સ માટે લોકર, નાની લાયબ્રેરી અને રજાની જાહેરાત કરતો ઘંટ પણ છે. સ્કૂલમાં સાઉન્ડ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જેના પર રોજ આર્જેન્ટીનાનું રાષ્ટ્રીય ગીત વગાડવામાં આવે છે. લિયોનાર્ડો દરરોજ સવારે પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા સ્કૂલે જાય છે. ત્યારબાદ ફ્રી એજ્યુકેશન આપવા 20 મિનિટ સાયકલ ચલાવી તેની આ સ્કૂલ પર પહોંચે છે. ત્યાં બાળકોને મેથ્સ, ગ્રામર અને જરૂરીયાના બધા વિષયો ભણાવવામાં આવે છે.
મોડુ થાય તો રાત્રે પણ શરૂ રાખવામાં આવે છે ક્લાસ
લિયોની દાદી રામોના કહે છે કે, મારા પૌત્ર ખૂબ પ્રબુદ્ધ છે. વરસાદ હોય કે ઠંડી, તે ક્યારે પણ આ સ્કૂલમાં રજા પડતો નથી. દરરોજ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી બીજાને ભણાવવા માટે આવે છે. જો કે, કોઇ દિવસે મોડું થઇ જાય તો, તે રાત્રે પણ સ્કૂલમાં ભણાવતો હોય છે. જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ પાછળના રહી જાય.
ઇચ્છે છે દુર સુધી ફેલાય શિક્ષણનું અલખ
લિયોનાર્ડોની સ્કૂલમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીએ કહ્યું કે, આ સ્કૂલની મદદથી હું પરીક્ષાઓમાં સારા નંબરે પાસ થયો છું. હવે હું ત્રીજા ગ્રેડમાં આવું છું. લિયોનાર્ડોને આશા છે કે તેની સ્કૂલમાં ધીરે-ધીરેથી પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધશે અને હજારો બાળકો જે પૈસાની અછકના કારણે આગળ અભ્યાસ કરી શકતા નથી તેઓ પોતાનો શિક્ષણ અહીંથી મેળવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે