આફગાનિસ્તાનની સાંસદે કરી હતી PM મોદીને મદદની અપીલ, ભારત બનાવશે 2 સ્કૂલ

સાંસદ નાહિદ ફરીદ અને આફગાનિસ્તાનમાં ભારતના કાઉન્સિલ જનરલ કુમાર ગૌરવે 2 હાઇ સ્કૂલનો પાયો નાખ્યો છે. સ્કૂલના નિર્માણનું કામ 8 મહિનામાં પૂરું થઇ જશે.

આફગાનિસ્તાનની સાંસદે કરી હતી PM મોદીને મદદની અપીલ, ભારત બનાવશે 2 સ્કૂલ

નવી દિલ્હી: આફગાનિસ્તાનની એક સાંસદે પીએમ મોદીને અપીલ કરી હતી કે ભારત સરકાર આફગાનિસ્તાનના હેરાતમાં છોકરીઓ માટે 2 સ્કૂલ બનાવે. મોદી સરકારે તેમની ઇચ્છા પૂર કરી છે. ત્યાંની સાંસદ નાહિદ ફરીદ અને આફગાનિસ્તાનમાં ભારતના કાઉન્સિલ જનરલ કુમાર ગૌરવે 2 હાઇ સ્કૂલનો પાયો નાખ્યો છે. સ્કૂલના નિર્માણનું કામ 8 મહિનામાં પૂરું થઇ જશે. સાંસદ નાહિદ ફરીદે ડિસેમ્બર 2017માં પીએમ મોદીને આ અપીલ કરી હતી. નાહિદ આફગાનિસ્તાનની સૌથી યુવા સાંસદ છે. તેમની ઉંમર માત્ર 27 વર્ષ છે.

જી મીડિયાની સયોગી ચેનલ WION સાથે વાત કરતા નાહિદ ફરીદે કહ્યું છે કે પીએમ મોદીની સાથે જ્યારે તેમની મુલાકાત થઇ હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે હેરાતમાં અભ્યાસ કરવા માટે 60 ટકા વિદ્યાર્થીઓ તંબુમાં શિક્ષણ મેળવવા મજબૂર છે. તેના પર પીએમ મોદીએ કહ્યું કે ભારત તમારી કેવી રીતે મદદ કરી શકે છે. ત્યારે તેમણે કહ્યું કે હેરાતમાં છોકરીઓ માટે 2 સ્કૂલનું નિર્માણ કરાવી આપો. જણાવી દઇએ કે, હેરાતની સ્કૂલની છાત્રાઓને પીએમ મોદીના આફગાનિસ્તાન પ્રવાસ દરમિયાન ભારતના રાષ્ટ્રીય ગીત પર હિન્દીમાં પ્રરફોર્મ કર્યું હતું.

આ પ્રોજેકટનો ખર્ચ 4.5 લાખ ડોલર છે. ભારત તેમાં 3.15 લાખ ડોલરનો સહયોગ કરી રહ્યું છે. બાકી 30 ટકા ખર્ચ ફરીદ ફાઉન્ડેશન કરી રહ્યું છે. PMO તરફથી પરવાનગી મળવા પર આફગાનિસ્તાનમાં ભારતીય એમ્બેસડર વિનય કુમારે તાત્કાલીક કામ શરૂ કરી દીધું છે. સ્કૂલના નિર્માણ કાર્યક્રમમાં આફગાનિસ્તાનના ડેપ્યૂટી એજ્યુકેશન મિનિસ્ટર સરદાર મોહમ્મદ રોહિમી હાજર રહ્યા હતા.

આ બંને સ્કૂલોનું નિર્માણથી લગભગ 10 હજાર છાત્રાઓને ફાયદો થસે. બાબા જંગી હાઇ સ્કૂલ હેરાતની સૌથી મોટી સ્કૂલ હશે. જેમાં 24 ક્લાસ રૂમ હશે. ત્યારે અમાની હાઇ સ્કૂલમાં 12 ક્લાસ રૂમ હશે. હેરાતમાં જ પીએમ મોદીએ સલમા ડેમનું ઉદ્ધાટન કર્યું હતું. આ ડેમ ભારત અને આફગાનિસ્તાનની મિત્રતાની મિશાલ આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news