ટ્રમ્પના આકરા વલણથી પાકિસ્તાનમાં ઉથલપાથલ મચી, PMએ બોલાવી 'ઈમરજન્સી મીટિંગ'

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાન પર ગત 15 વર્ષોમાં 33 અબજ ડોલરની સહાય આપવાના બદલમાં અમેરિકાને 'જુઠ્ઠાણા અને દગો' સિવાય કશું આપ્યું નથી તેવી કડક ટિપ્પણી બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.

ટ્રમ્પના આકરા વલણથી પાકિસ્તાનમાં ઉથલપાથલ મચી, PMએ બોલાવી 'ઈમરજન્સી મીટિંગ'

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાન પર ગત 15 વર્ષોમાં 33 અબજ ડોલરની સહાય આપવાના બદલમાં અમેરિકાને 'જુઠ્ઠાણા અને દગો' સિવાય કશું આપ્યું નથી તેવી કડક ટિપ્પણી બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. જેને પગલે પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ એક ઈમરજન્સી બેઠક બોલાવી છે. કહેવાય છે કે આ બેઠકમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ચીફ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને અનેક સૈન્ય અધિકારીઓ હાજર રહેશે. વાત જાણે એમ છે કે અમેરિકાએ પાકિસ્તાનની 225 મિલિયન ડોલરની આર્થિક મદદ પર રોક લગાવી છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આપેલા નિવેદનમાં એ પણ કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદીઓને 'સેફ હેવન' ઉપલબ્ધ કરાવ્યું છે. પાકિસ્તાન વિરુદ્ધ અત્યાર સુધીના સૌથી આકરા પ્રહારમાં ટ્રમ્પ એ પણ સંકેત આપતા કહ્યું હતું કે તેઓ પાકિસ્તાનને અપાતી સહાયતા રોકી શકે છે. અત્રે જણાવવાનું કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન વિરુદ્ધ આકરૂ વલણ અપનાવતા કહ્યું કે, પાકિસ્તાન અમારા દેશને બેવકુફ સમજી રહ્યું છે. ટ્રમ્પે સોમવારે (1 જાન્યુઆરી)એ એક ટ્વીટમાં કહ્યું કે, અમેરિકા દ્વારા ગત 15 વર્ષથી પાકિસ્તાનને 33 બિલિયન ડોલરથી વધારેની રકમ દર વર્ષે મદદ તરીકે આપવી એક મુર્ખતાપુર્ણ હરકત છે. તે લોકો આપણને બદલામાં કાંઇ નથી આપી રહ્યા. સિવાય કે ખોટુ અને ચાલબાજી. તે આપણા નેતાઓને મુર્ખ સમજે છે.

આ સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિએ પાકિસ્તાન પર આતંકવાદીઓને શરણ આપવાનાં જુના આરોપોનો પુનરાવર્તિત કરતા કહ્યું કે તે આતંકવાદીઓને આશ્રય આપે છે. જેને અમે અફઘાનિસ્તાનમાં શોધી રહ્યા હોઇએ છીએ તેવા આતંકવાદીઓને શરણ આપે છે. પરંતુ હવે વધારે સહન નહી કરવામાં આવે. હાલમાં જ અમેરિકી વિદેશ વિભાગનાં અધિકારીએ પાકિસ્તાન સમક્ષ પોતાની હતાશા વ્યક્ત કરી હતી. પાક. સરકાર પર આતંકવાદી નેટવર્કોને મૂળમાંથી ઉખાડીને ફેંકવાનાં કામમાં ઢીલાશ વર્તવાનો આરોપ લગાવ્યો હતો.

સોમવારે ટ્રમ્પના આ નિવેદન બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી સાથે મુલાકાત કરી હતી. જિયો ટીવીએ પોતાના સૂત્રોના હવાલે જણાવ્યું હતું કે બેઠકમાં ટ્રમ્પના નિવેદનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. તેમણે કહ્યું કે બંને નેતાઓએ દેશની વિદેશ નીતિ પર ચર્ચા કરી હતી. આસિફે ટ્વિટ કરીને એમ પણ કહ્યું હતું કે ટ્રમ્પના ટ્વિટનો તેઓ જવાબ આપશે અને દુનિયાને સચ્ચાઈ જણાવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news