અમેરિકાના લાસ વેગાસની એક સ્કૂલમાં ફાયરિંગ, એકનું મોત

ઉત્તરી લાસ વેગાસની એક હાઇ સ્કૂલના પરિસરમાં ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના પછી સ્કૂલને બંધ કરી દેવામાં આવી હતી.

અમેરિકાના લાસ વેગાસની એક સ્કૂલમાં ફાયરિંગ, એકનું મોત

નોર્થ લાસ વેગાસ: ઉત્તરી લાસ વેગાસની એક હાઇ સ્કૂલના પરિસરમાં ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના પછી સ્કૂલને બંધ કરી દેવામાં આવી હતી. પોલીસ પ્રમુખ જસ્ટિન રોબરર્ટ્સએ જણાવ્યું હતું કે કૈન્યોન સ્પિંગ્સ હાઇ સ્કૂલના બેસબોલ ફીલ્ડમાં 18 વર્ષીય યુવક જમીન પર પડેલો મળ્યો હતો જેને ગોળી વાગી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત થઇ ગયું હતું. રોબર્ટ્સે જણાવ્યું હતું કે પોલીસે ક્લાસ રૂમ અને સ્કૂલ પરિસરની ચેકિંગ કર્યું હતું પરંતુ ત્યાં કોઇ આકસ્મત જોવા મળ્યો ન હતો.

અમેરિકામાં વાંરવાર વધી રહ્યા છે આવી ઘટનાઓ
તેમણે જણાવ્યું હતું કે બપોર 2:40 વાગે જ્યારે ગોળીબાર થયો હતો ત્યારે 500થી આસપાસ છાત્રોએ એક કાર્યક્રમ માટે સ્કૂલમાં હાજર હતા. તેમને સ્કૂલમાંથી ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. હુજૂ સુધી સ્પષ્ટ થયું નથી કે મૃતક સ્કૂલનો વિદ્યાર્થી છે કે નથી. અમેરિકમાં દર વર્ષે સ્કૂલમાં તેમની સાથે ભણતા વિદ્યાર્થીઓને મારવાની ઘટનાઓ સામે આવતી હોય છે. માનવામાં આવી રહ્યું છે કે આવી ઘટના બનાવા પાછળનું કારણ સરળતાથી હથિયાર મળતા હોવાનું જણાવી રહ્યા છે.

દર વર્ષે ડઝનો વિદ્યાર્થીઓના થાય છે મોત
બાળકોના પોતાના ગુસ્સા પર કાબુ મેળવવા માટે અમેરિકાની સરકાર તેમના દ્વારા પગલા લેવામાં આવશે તેવો દાવા કરી રહી છે. આ પ્રકારની ઘટનાઓને અમેરિકાના લોકોમાં સરળતાથી હથિયારો મળી રહેવા પર પણ લોકોએ સવાલ ઉભા કર્યા હતા. માનવામાં આવી રહ્યું છે. યૂએસમાં સક્રિય હથિયાર લોબી પર લગામ કશવાની માંગ કરી હોવા છંતા હજુ સુધી કોઇ પરિણામ મળ્યું નથીય દર વર્ષ અમેરીકામાં થતી આ ઘટનાઓના કારણે સેંકડો વિદ્યાર્થીઓએ જીવ ગુમવવાનો પડે છે.
(ઇનપુટ: ભાષાથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news