પુરુષ બનીને જેણે હજારો લોકોને WWEની રિંગમાં પછાડ્યા, તે વાસ્તવિક જિંદગીમાં હતો ટ્રાન્સજેન્ડર

2007થી 2014ની વચ્ચે WWE રિંગમાં જલવો બતાવનારો આ પ્રોફેશનલ પહેલવાન ટાયલર રેક્સે સનસનીખેજ ખુલાસો કરી જણાવ્યું કે તે એક ટ્રાન્સજેન્ડર છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા.

પુરુષ બનીને જેણે હજારો લોકોને WWEની રિંગમાં પછાડ્યા, તે વાસ્તવિક જિંદગીમાં હતો ટ્રાન્સજેન્ડર

ઝી બ્યૂરો, અમદાવાદઃ WWE ચેમ્પિયનશીપમાં આપણે અનેક પહેલવાનોને લડતા જોયા છે. શાનદાર બોડી અને સિક્સ પેક એબ્સની સાથે આ પહેલવાન માત્ર રિંગમાં બીજા પહેલવાનોને પછાડતો જ ન હતો. પરંતુ પોતાના લુક અને બોડીના કારણે ઘણો પોપ્યુલર છે. તેમાંથી જ એક પહેલવાન છે ટાયલર રેક્સ. જેણે પોતાની ફાઈટથી હજારો પહેલવાનોને રિંગમાં પછાડ્યા હતા. પરંતુ હવે આ રેસલરે સનસનીખેજ ખુલાસો કર્યો છે. પુરુષ બનીને હજારો લોકો સામે લડનારો આ પહેલવાન અસલ જિંદગીમાં ટ્રાન્સજેન્ડર છે. તેણે પોતે આ વાતનો સ્વીકાર કર્યો છે અને પોતાનું નામ પણ હવે ગેબી ટુફ્ટ કરી લીધું છે. 

WWE રેસલરનો ખુલાસો:
2007થી 2014ની વચ્ચે WWE રિંગમાં જલવો બતાવનારો આ પ્રોફેશનલ પહેલવાન ટાયલર રેક્સે સનસનીખેજ ખુલાસો કરી જણાવ્યું કે તે એક ટ્રાન્સજેન્ડર છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા.લાંબા વાળ અને હાથ પર મોટું ટેટુ રાખેલા ટાયલર રેક્સને હવે ઓળખવો મુશ્કેલ બની રહ્યો છે. એટલું જ નહીં, તેણે પોતાના લુક્સને બદલી નાંખ્યો છે.

 

10 વર્ષની ઉંમરમાં પહેરતો હતો માતાના કપડાં:
42 વર્ષના પૂર્વ રેસલરે અનેક સ્ફોટક ખુલાસા કરતાં કહ્યું કે તે ટ્રાન્સજેન્ડર છે. 10 વર્ષની ઉંમરમાં તે પોતાની માતાના કપડાં પહેરતો હતો. ત્યારથી તેના પોતાના શરીરમાં પરિવર્તન આવવા લાગ્યું હતું. ગેબીએ જણાવ્યું કે તે લગભગ 30 વર્ષ સુધી પોતાની અંદર આ વાતને છૂપાવીને લડતો રહ્યો. પરંતુ હવે તેણે આ વાતનો સ્વીકાર કરી લોકોને સામે લાવવાનો નિર્ણય કર્યો. તેના આ નિર્ણયની પાછળ તેની પત્નીનો બહુ મોટો હાથ છે. 

પત્નીએ ખૂબ મદદ કરી:
ગેબીએ 2002માં પ્રિસ્કિલા સાથે લગ્ન કર્યા હતા. તેમની એક 9 વર્ષની પુત્રી પણ છે. જેનું નામ મિયા છે. પરંતુ ગેબી ટુફ્ટે સ્પષ્ટ કરી કહ્યું કે પત્ની અને તેમની વચ્ચે લાંબા સમયથી કોઈ શારીરિક સંબંધ નથી. તેણે જણાવ્યું કે તેની પત્ની પ્રિસ્કિલા હંમેશા તેની મદદ કરવા તૈયાર રહે છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે મને આ વાત અંગે ઘણો તણાવ રહેતો હતો કે હું કેવી રીતે દુનિયાને જણાવી શકીશ. પરંતુ જે દિવસે મેં લોકોના વિચારોની પરવા કરવાનું છોડી દીધું. તે દિવસથી હું સંપૂર્ણ રીતે આઝાદ થઈ ગયો હતો. 

ટ્રાન્સજેન્ડર લોકોની મદદ કરીશ:
તેણે ત્યાં સુધી કહ્યું કે આ એક એવી કહાની છે જે રેસલિંગ અને બીજા સ્પોર્ટ્સ ફેન્સ, દોસ્ત અને ફોલોઅર્સે મિસ કરવી જોઈએ નહીં. ખાસ કરીને LGBTQ કમ્યુનિટીમાં રહેનારા લોકોએ. જો કોઈ વ્યક્તિ ટ્રાન્સજેન્ડર મુદ્દા સાથે ઝઝૂમી રહ્યો છે તો ગેબી અને તેની પત્ની પ્રિસ્કિલા હંમેશા મદદ માટે તૈયાર છે. 

ફિટનેસ ગુરુ અને મોટિવેશનલ સ્પીકર:
ગેબીએ વર્ષ 2014માં પોતાના પરિવારની સાથે વધારે સમય પસાર કરવા માટે રેસલિંગને અલવિદા કહી દીધું હતું. હાલ તે ફિટનેસ ગુરુ અને મોટિવેશનલ સ્પીકર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news