દક્ષિણી બ્રાઝિલમાં કુદરતનો કહેર, ભારે વરસાદ અને પૂરના પાણીથી તારાજી, નદીઓ ગાંડીતૂર, 39થી વધુનાં મોત

દક્ષિણી બ્રાઝિલના રિયો રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદથી નદીઓ તોફાને ચઢી છે... તો અનેક પુલ પણ નષ્ટ થઈ ગયા છે.... 14 લાખની વસ્તીવાળા પોર્ટો એલેગ્રે શહેરને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યું છે.... ત્યારે અહીંયાના લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે..
 

દક્ષિણી બ્રાઝિલમાં કુદરતનો કહેર, ભારે વરસાદ અને પૂરના પાણીથી તારાજી, નદીઓ ગાંડીતૂર, 39થી વધુનાં મોત

નવી દિલ્હીઃ દક્ષિણી બ્રાઝિલના રાજ્ય રિયો ગ્રાન્ડે ડો સુલમાં કુદરતનો કાળો કહેર જોવા મળ્યો... ભારે વરસાદ બાદ ભયંકર પૂરના પાણીએ 39થી વધુ લોકોનો જીવ લીધો... તો 60થી વધરે લોકો લાપતા થયા.... જ્યારે હજારો લોકો પોતાનું ઘર છોડવા માટે મજબૂર બન્યા... આકાશી આફતથી તારાજ થયેલા બ્રાઝિલના આ રાજ્યમાં ઈમરજન્સી જાહેર કરવાની ફરજ પડી... ત્યારે દક્ષિણ બ્રાઝિલમાં કુદરતનું કેવું રૂપ જોવા મળ્યું?... જોઈશું આ રિપોર્ટમાં...

આ દ્રશ્યો દક્ષિણી બ્રાઝિલના રાજ્યના છે... જ્યાં કુદરતનો કાળો કહેર જોવા મળ્યો.. આકાશમાંથી અનરાધાર વરસી રહેલા વરસાદ બાદ ભયાનક પૂરના કારણે રિયો ગ્રાન્ડેમાં નદીઓ તોફાને ચઢી છે.

દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીમાં સામાન્ય પાણી છે.. અને બ્રિજ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે... પરંતુ થોડીજ વારમાં આખું ચિત્ર બદલાઈ જાય છે... આખો વિસ્તાર જળમગ્ન બની જાય છે.... અને નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી જ જોવા મળી રહ્યું છે...

આ દ્રશ્યો ભલભલાના હાંજા ગગડાવી નાંખે તેવી છે... જેમાં જોઈ શકાય છે કે દક્ષિણી બ્રાઝિલનો આ બ્રિજ પાણી સામે ઝીંક ન ઝીલી શકતાં ધડામ કરતો પાણીમાં ધરાશાયી થાય છે....એક વિસ્તારને જોડતો બ્રિજ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે.... જેના કારણે અનેક ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે.

લોકોના મકાનોમાં પાણી ઘૂસી ગયું છે... તો અત્યાર સુધી 39થી વધારે લોકોના મોત થયા છે... જ્યારે 60થી વધારે લોકો લાપતા થયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકો જીવ બચાવવા માટે છત પર ચઢી ગયા હતા.... રાહત અને બચાવ ટીમે હેલિકોપ્ટરની મદદથી અનેક વિસ્તારમાં ફસાયેલા લોકોનું જીવના જોખમે રેસ્ક્યુ કર્યુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news