Congo Protests : કોંગોમાં બે ભારતીય શાંતિ સૈનિકોના મોત, યુએન સામે હિંસક વિરોધ ઉગ્ર બન્યો

આ ઘટના પર દુખ વ્યક્ત કરતા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ કે, તે કાંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં બીએસએફના બે બહાદુર ભારતીય સૈનિકોના મૃત્યુથી ખુબ દુખી છે. 

Congo Protests : કોંગોમાં બે ભારતીય શાંતિ સૈનિકોના મોત, યુએન સામે હિંસક વિરોધ ઉગ્ર બન્યો

કિંશાસાઃ કાંગોના પૂર્વી શહેર બુટેમ્બોમાં મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર વિરોધી પ્રદર્શનોમાં બે ભારતીય નાગરિકો સહિત સંયુક્ત રાષ્ટ્રના ત્રણ શાંતિ સૈનિકોના મોત થયા છે. બુટેમ્બો પોલીસ પ્રમુખ પોલ નગોમાએ જણાવ્યુ કે હિંસામાં સાત પ્રદર્શનકારી પણ માર્યા ગયા છે. સોમવારે દેશના તણાવગ્રસ્ત વિસ્તારમાં પ્રદર્શન શરૂ થયા હતા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે MONUSCO (સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના) હથિયારબંધ સમૂહો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ થઈ રહી છે. 

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતીય સૈનિકોના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું- ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં બીએસએફના બે બહાદુર ભારતીય શાંતિ સૈનિકોના મૃત્યુ પર દુખ થયું. તે MONUSCO નો ભાગ હતા. આ હુમલાના ગુનેગારોની જવાબદારી નક્કી થવી જોઈએ અને તેને સજા મળવી જોઈએ. 

The perpetrators of these outrageous attacks must be held accountable and brought to justice .

— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 26, 2022

શાંતિ સેનાઓની વાપસીની માંગ
એક સરકારી અધિકારીએ કહ્યું કે આ કાંગોના પૂર્વી શહેર ગોમામાં સંયુક્ત રાષ્ટ્રના મિશન વિરુદ્ધ પ્રદર્શનનો બીજો દિવસ છે. પ્રદર્શનકારીઓએ સોમવારે ગોમામાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના કાર્યાલયોમાં આગ લગાવી દીધી અને તેમાં ઘુસી ગયા. તેમણે આરોપ લગાવ્યો કે કાંગાના પૂર્વી વિસ્તારમાં વધતી હિંસા વચ્ચે શાંતિ સેનાઓ નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે ઘણા વર્ષોથી કાંગોમાં હાજર સંયુક્ત રાષ્ટ્રની સેનાઓને દેશ છોડી જવાની માંગ કરી છે. 

દુનિયાભરમાં તૈનાત 5400 ભારતીય શાંતિ સૈનિક
આ પહેલા ભારતીય સેનાએ આફ્રિકી દેશ કાંગોમાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિરક્ષક મિશન હેઠળ બનાવેલા પોતાના ઠેકાણા અને એક મોટી હોસ્પિટલને લૂંટવાના ઇરાદાથી આવેલા હથિયારબંધ નાગરિકોના હુમલાને નિષ્ફળ કરી દીધો હતો. ભારતીય સેનાએ જણાવ્યું કે સોમવારે કેટલાક નાગરિક સંયુક્ત રાષ્ટ્રની સંપત્તિ લૂંટવા ઈચ્છતા હતા. ત્યારબાદ બચાવમાં પગલા ભરવા પડ્યા. સંયુક્ત રાષ્ટ્ર તરફથી દુનિયાભરમાં ચલાવવામાં આવેલા 14 મિશનોમાંથી 8માં ભારતીય સૈનિક તૈનાત છે. વર્તમાન સમયમાં વિશ્વભરમાં ભારતીય સેનાના 5400 જવાન સંયુક્ત રાષ્ટ્રના ઝંડા હેઠળ વિવિધ પડકારજનક પરિસ્થિતિઓમાં તૈનાત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news