અમેરિકા ભણવા ગયેલા 3.25 લાખ વિદ્યાર્થીઓને મોટો ઝટકો, નવા સત્રની ફીમાં 30%નો વધારો

Stanford University Fees: સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનું કહેવું છે કે ફીમાં 30% વધારો કરવામાં આવ્યો છે પરંતુ સ્કોલરશીપમાં માત્ર 5% વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતમાંથી આવતા 3.25 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 6 હજાર જ શિષ્યવૃત્તિ મેળવી શક્યા છે.

અમેરિકા ભણવા ગયેલા 3.25 લાખ વિદ્યાર્થીઓને મોટો ઝટકો, નવા સત્રની ફીમાં 30%નો વધારો

Indian Student: અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. હકીકતમાં અમેરિકાની કોલેજ-યુનિવર્સિટીએ એપ્રિલથી શરૂ થતા નવા સત્રની ફીમાં 30 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. જેના કારણે હવે અમેરિકામાં ભણવું મોંઘુ થશે. તમને જણાવી દઈએ કે કેલિફોર્નિયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ પહેલાંથી જ ફી વધારી દીધી છે. હવે આ નિર્ણયથી 3.25 લાખ ભારતીય વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે.

ફી કેમ વધી?
આ અંગે કેલિફોર્નિયા યુનિવર્સિટીનું કહેવું છે કે રાષ્ટ્રપતિએ ટીચિંગ સ્ટાફનો પગાર 972 રૂપિયા પ્રતિ કલાકથી વધારીને 1215 રૂપિયા કરી દીધો છે. જેને પગલે સ્કૂલ -કોલેજોને ખર્ચ વધી ગયો છે. જેથી કોલેજોએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ફી વધારીને ભંડોળ ભેગું કરવાનો નિર્ણય લીધો છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનું કહેવું છે કે ફીમાં 30% વધારો કરવામાં આવ્યો છે પરંતુ સ્કોલરશીપમાં માત્ર 5% વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતમાંથી આવતા 3.25 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 6 હજાર જ શિષ્યવૃત્તિ મેળવી શક્યા છે.

તમને જણાવી દઈએ કે દર વર્ષે લગભગ 1 લાખ નવા ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાં અરજી કરે છે. એક અનુમાન મુજબ ફી વધારા બાદ દરેક ભારતીય વિદ્યાર્થી પર ડિગ્રી કોર્સ દરમિયાન લગભગ 10 લાખ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકાએ કહ્યું હતું કે તે ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા અપોઈન્ટમેન્ટની સંખ્યામાં ઓછામાં ઓછો 30 ટકા વધારો કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારત યુએસમાં વિદ્યાર્થીઓ મોકલનાર અગ્રણી દેશોમાંનું એક બની ગયું હોવાથી ભારતીયો માટે યુએસ સ્ટુડન્ટ વિઝા એપોઇન્ટમેન્ટમાં વધારો કરવામાં આવશે જેથી કરીને વધુ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news