રાફેલે વધારી ચીનની બેચેની, ગભરાયું પાકિસ્તાન; દબાણ ઓછું કરવા આપી રહ્યાં છે આ નિવેદન

ભારતીય વાયુસેના (Indian Air Force)ના બેઝમાં લડાકુ વિમાન રાફેલ (Rafale) સામલ થવાથી જ્યાં ચીન (China) બેચેન છે, ત્યાં પાકિસ્તાન (Pakistan) ગભરાયું છે. બંને તેમની આ બેચેની અને ગભરાહટને દૂર કરવા માટે ઊલટા-સીધા નિવેદન આપી રહ્યાં છે.
રાફેલે વધારી ચીનની બેચેની, ગભરાયું પાકિસ્તાન; દબાણ ઓછું કરવા આપી રહ્યાં છે આ નિવેદન

બેઇજિંગ/ઇસ્લામાબાદ: ભારતીય વાયુસેના (Indian Air Force)ના બેઝમાં લડાકુ વિમાન રાફેલ (Rafale) સામલ થવાથી જ્યાં ચીન (China) બેચેન છે, ત્યાં પાકિસ્તાન (Pakistan) ગભરાયું છે. બંને તેમની આ બેચેની અને ગભરાહટને દૂર કરવા માટે ઊલટા-સીધા નિવેદન આપી રહ્યાં છે.

ભારતને ફ્રાન્સથી સંરક્ષણ કરાર અંતર્ગત પાંચ રાફેલ વિમાન મળ્યા છે. આ વિમાનોના આવવાથી ભારતીય વાયુસેનાની શક્તિમાં જબરજસ્ત વધારો થયો છે. પૂર્વ એર ચીફ માર્શલ બીએસ ધનોઆનું કહેવું છે કે, રાફેલ ગેમ ચેન્જર છે અને ચીનના J-20 ફાઇટર પ્લેન તેની આસપાસ પણ નથી ઉભુ રહી શકતું. ચીન પોતે આ વાત સમજે છે અને તેની બેચેનીમાં હવે તેની તરફથી આ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યાં છે, જેનો કોઇ આધાર નથી.

ચીનના નિષ્ણાતોનું કહેવું છે કે, રાફેલ માત્ર થર્ડ-પ્લસ જનરેશનના લડાકુ વિમાન છે અને આ ચોથી પેઢીના J-20ની સરખામણી કરી શકે નહીં. ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે સૈન્ય નિષ્ણાત Zhang Xuefengના અહેવાલથી કહ્યું છે કે, કેટલાક યુદ્ધ પ્રદર્શન ક્ષેત્રોમાં રાફેલ ભારતીય વાયુસેનાના Su-30 MKIથી સારા છે. પરંતુ આ માત્ર થર્ડ જનરેશનના લડાકુ વિમાન છે અને એટલા માટે કોઇ વધારે મોટો બદલાવ ઉભો થતો નથી.

તો બીજી તરફ પાકિસ્તાન ભારત પહોંચેલા રાફેલ વિમાનોથી સંપૂર્ણ રિતે ડરી ગયું છે. તેના ડરને દૂર કરવા તે એશિયામાં શસ્ત્ર સ્પર્ધાની વાત કરી રહ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય વતી કહેવામાં આવ્યું છે કે ભારત તેની સંરક્ષણ જરૂરિયાતો કરતા વધારે શસ્ત્રો એકત્રિત કરી રહ્યું છે, આ પગલું દક્ષિણ એશિયામાં શસ્ત્રની રેસ શરૂ કરી શકે છે. આટલું જ નહીં, પાકિસ્તાને ભારતને વૈશ્વિક સ્તરે શસ્ત્ર સંચય કરતા અટકાવવા પણ અપીલ કરી છે.

વિદેશ મંત્રાલયની પ્રવક્તા આયેશા ફારૂકીએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, 'તે ખૂબ જ પરેશાન કરનાર છે કે ભારત તેની જરૂરિયાતો કરતા વધારે લશ્કરી સાધનો એકઠા કરી રહ્યું છે. આમ કરવાથી, તે દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક સ્થિરતાને ભારે અસર કરી રહ્યું છે. પાકિસ્તાને ક્ષમતા કરતાં વધારે શસ્ત્રો ઉભા કરવા એ પાકિસ્તાન માટે સારો સંકેત નથી. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

તમને જણાવીએ કે આખરે ચીનની બેચેની અને પાકિસ્તાનના ડર પાછળનું કારણ શું છે. ખરેખર, રફાલ એક લડાકુ વિમાન છે જેમાં ઘણા બધા ગુણ છે. તે મિટિઓર અને સ્કાલ્પની મિસાઇલોથી સજ્જ છે જે હવાથી જમીન પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. રફાલની સ્કાલ્પ રેન્જ લગભગ 300 કિ.મી. છે. 2,223 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરતા રફાલના રડાર 100 કિ.મી.ની અંદર એક સમયે 40 લક્ષ્યો શોધી શકે છે. જેનાથી દુશ્મન વિમાનને ખબર પડે તે પહેલા ભારતીય વાયુસેના તેમને જોઈ શકશે. એક સાથે 40 લક્ષ્યો શોધવાની સુવિધા આ ફાઇટર જેટને અન્ય કરતા અલગ બનાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news