છીં..છીં...છીં...મા કસમ!!! આ શખસને જોઈને હોટલવાળા પણ બંધ કરી નાંખે છે દરવાજા, કારણ જાણી ચોંકશો

મિસ્ટર કેંગ  (Mr Kang) નું કહેવું છે કે તેઓ અલગ અલગ હોટલ જઈને બુફેનો આનંદ માણે છે, પરંતુ એક હોટલે રીતસપ એવું કહીને એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો હતો કે તેઓ વધુ ખાય છે.

છીં..છીં...છીં...મા કસમ!!! આ શખસને જોઈને હોટલવાળા પણ બંધ કરી નાંખે છે દરવાજા, કારણ જાણી ચોંકશો

બીઝીંગ: ગ્રાહકોને આકર્ષિક કરવા માટે હોટલલ રેસ્ટોરન્ટ (Hotel-Restaurant) અલગ અલગ પ્રકારની ઓફર્સ આપતા હોય છે. મોટી હોટલોમાં આજકાલ બુફે (Buffets)નું ચલણ ઘણું ચર્ચામાં રહે છે. જેમાં એક નિશ્ચિત રકમ ચૂકવીને લોકો જેટલું ઈચ્છે, તેટલું ખાઈ શકે છે. જોકે, ચીન (China)નો એક રહેવાસી પર આરોપ છે કે બુફેમાં સૌથી વધુ જમવાના કારણે એક હોટલે તેમના પર પ્રતિબંધ મૂકી દીધો છે.

એન્ટ્રી પર કેવી રીતે પ્રતિબંધ મૂકી શકે છે હોટલ?
એક મીડિયા અહેવાલ અનુસાર, મિસ્ટર કેંગ  (Mr Kang) નું કહેવું છે કે તેઓ અલગ અલગ હોટલ જઈને બુફેનો આનંદ માણે છે, પરંતુ એક હોટલે રીતસપ એવું કહીને એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો હતો કે તેઓ વધુ ખાય છે. તેમણે જણાવ્યું કે, જ્યારે હોટલ પોતે જેટલું ઈચ્છો, તેટલું જમવાની ઓફર આપે છે, તો પછી સૌથી વધુ જમવાનો હવાલો આપીને કેવી રીતે પ્રતિબંધ મૂકી શકે છે?

'વધુ ખાનાર લોકો સાથે થાય છે ભેદભાવ'
મિસ્ટર કેંગે ભેદભાવનો આરોપ લગાવતા જણાવ્યું છે કે આ માત્ર એક હોટલ અથવા તો એકલા તેમની વાત નથી, ઘણા અન્ય લોકો પણ આ ભેદભાવનો શિકાર બન્યા છે. તેમણે ઉમેર્યું કે, હોટલ તેવા લોકો સાથે ભેદભાવ કરે છે, જે સૌથી વધુ ખાય છે, જ્યારે આપણે પુરા પૈસા આપીએ છીએ તો આપણે ભરપેટ જમવાનો અધિકાર છે. કેંગે સ્વીકાર કર્યો છે કે પોતાની પહેલી વિજિટમાં તેમણે 1.5 કિલો માંસ ખાધુ અને બીજી વાર લગભગ 3.5 કિલોથી 4 કિલો પ્રોનનું સેવન કર્યું.

હોટલ માલિકે કર્યો નિર્ણયનો બચાવ
કેંગ એ સવાલ કરતા જણાવ્યું છે કે, હું વધુ જમું છું, તો શું તેમાં મારી ભૂલી છે? જ્યારે હોટલ માલિકનું કહેવું છે કે જ્યારે પણ મિસ્ટરર કેંગ આવે છે, જેના કારણે અમારે સૌથી વધુ નુકસાન ઉઠાવવું પડે છે કારણ કે તેમની હાઈટ અન્ય સામાન્ય માણસો કરતા વધારે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કેંગ એકવારમાં 20થી 30 બોતલ સોયા મિલ્ક પી જાય છે. પરંતુ જ્યારે માંસ ખાવા બેસે છે તો અન્ય કોઈ માટે બચતું નથી.

દરરોજ નુકસાન કેવી રીતે પોસાય
હોટલ માલિકે જણાવ્યું કે, માત્ર કેંગ જ નહીં અમે ઘણા બીજા લોકો ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ પણ આઈટમની એક અથવા તો બે પીસ ઉઠાવે છે, પરંતુ મિસ્ટર કેંગ આખે આખી ટ્રે ઉઠાવી લે છે. દર વખતે આટલું નુકસાન કોઈ કેવી રીતે વેઠે. એટલા માટે ન ઈચ્છવા છતાં પણ આ સખત નિર્ણય લેવો પડ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news