CIAની કડક ચેતવણી, પાકિસ્તાન જો આતંકી ઠેકાણા નષ્ટ નહી કરે તો.......

અમેરિકાની CIAના પ્રમુખે કહ્યું છે કે ભારત અને અફઘાનિસ્તાન વિરુદ્ધ આતંકવાદીઓનો ઉપયોગ કરવાની નીતિ પાકિસ્તાને બદલી નથી અને ત્યાં આતંકવાદીઓના સુરક્ષીત ઠેકાણાઓને ખતમ કરવા માટે અમેરિકા દરેક સંભવ પગલાં લેશે. CIAના ડાઈરેક્ટર માઈક પોમ્પેવે કેલિફોર્નિયામાં રીગન નેશનલ ડીફેન્સ ફોરમને જણાવ્યું કે રક્ષા મંત્રી જેમ્સ મેટિસને પાકિસ્તાનના ટોચના નેતાઓને પોતાની મુલાકાતમાં આ સંદેશો જણાવવાની જવાબદારી સોંપાઈ છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ માટેના સુરક્ષિત ઠેકાણા હવે રહેશે નહીં તે સુનિશ્ચિત કરવા માટે અમે દરેક વસ્તુ કરી રહ્યાં છીએ. સીઆઈએના પૂર્વ ડાઈરેક્ટર લિયોન પનેટાએ કહ્યું કે પાકિસ્તાન હંમેશાથી એક સમસ્યા રહ્યું છે. 
CIAની કડક ચેતવણી, પાકિસ્તાન જો આતંકી ઠેકાણા નષ્ટ નહી કરે તો.......

વોશિંગ્ટન: અમેરિકાની CIAના પ્રમુખે કહ્યું છે કે ભારત અને અફઘાનિસ્તાન વિરુદ્ધ આતંકવાદીઓનો ઉપયોગ કરવાની નીતિ પાકિસ્તાને બદલી નથી અને ત્યાં આતંકવાદીઓના સુરક્ષીત ઠેકાણાઓને ખતમ કરવા માટે અમેરિકા દરેક સંભવ પગલાં લેશે. CIAના ડાઈરેક્ટર માઈક પોમ્પેવે કેલિફોર્નિયામાં રીગન નેશનલ ડીફેન્સ ફોરમને જણાવ્યું કે રક્ષા મંત્રી જેમ્સ મેટિસને પાકિસ્તાનના ટોચના નેતાઓને પોતાની મુલાકાતમાં આ સંદેશો જણાવવાની જવાબદારી સોંપાઈ છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ માટેના સુરક્ષિત ઠેકાણા હવે રહેશે નહીં તે સુનિશ્ચિત કરવા માટે અમે દરેક વસ્તુ કરી રહ્યાં છીએ. સીઆઈએના પૂર્વ ડાઈરેક્ટર લિયોન પનેટાએ કહ્યું કે પાકિસ્તાન હંમેશાથી એક સમસ્યા રહ્યું છે. 

તેમણે કહ્યું કે સરહદ પાર કરીને અફઘાનિસ્તાનમાં હુમલા કરે છે અને પાછા પાકિસ્તાનમાં આવી જાય છે  તેવા આતંકવાદીઓ માટે આ એક સુરક્ષીત ઠેકાણું છે. અમે પાકિસ્તાનને સમજાવવાની દરેક સંભવ કોશિશ કરી છે. પરંતુ પાકિસ્તાન માનવા તૈયાર નથી. પનેટાએ કહ્યું કે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પાસે આ પ્રકારના બેવડા માપદંડ છે. એક બાજુ તો તેઓ આતંકવાદને પસંદ કરતા નથી પરંતુ બીજી બાજુ તેઓ અફઘાનિસ્તાન અને ભારત સામે આતંકવાદીઓના ઉપયોગમાં કઈ વિચારતા નથી. આ તેમની નીતિ છે. 

આ અગાઉ અમેરિકાની દક્ષિણ એશિયા રણનીતિ અંતર્ગત આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં પાકિસ્તાનના સહયોગથી અમેરિકા સંતુષ્ટ નથી અને હવે એ પણ જોવાનું બાકી છે કે પાકિસ્તાન તાલિબાન તથા હક્કાની નેટવર્કને રોકવા માટે કોઈ પગલું લે છે. ટ્રમ્પ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ આ વાત કરી. મુંબઈ આતંકી હુમલાના આરોપી  હાફિઝ સઈદના છૂટકારાને તેમણે આ દિશામાં એક પગલું પાછળ ગણાવ્યું. અધિકારીએ જણાવ્યું કે પાંચ વર્ષ હક્કાની નેટવર્કના બંધક રહેલા કોલમેન પરિવારનું પાકિસ્તાનની અંદર છૂટકારો થવો, પાકિસ્તાનના આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાના સહયોગના કોઈ 'સંકેત' નથી. 

ઓક્ટોબરમાં અમેરિકી જાસૂસી જાણકારીના આધારે પાકિસ્તાની સેનાએ કતલાન કોલમેન, તેમના પતિ જોશુઆ બાયલ અને તેમના ત્રણ બાળકોને છોડાવાયા હતાં. અફઘાન તાલિબાનથી સંબદ્ધ આતંકવાદીઓએ પાંચ વર્ષ પહેલા અફઘાનિસ્તાનની સરહદે આવેલી કુર્રમ ઘાટીથી આ લોકોનું અપહરણ કર્યુ હતું. અધિકારીએ જણાવ્યું કે કૂટનીતિ દબાણ સાથે જાસૂસી એજન્સીઓના અથાગ કામના પગલે કોલમેન પરિવારનો છૂટકારો થઈ શક્યો. આ માટે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news