એવા 5 બીચ....જ્યાં કપડાં પહેરવાની મંજૂરી નથી, નામ જાણીને ચોંકી જશો

એવા 5 બીચ....જ્યાં કપડાં પહેરવાની મંજૂરી નથી, નામ જાણીને ચોંકી જશો

દુનિયામાં એવા ઘણા લોકો છે જે દરિયા કિનારે ફરવા જવા માંગે છે અને ઘણા લોકો વારંવાર ફરવા જાય છે. પરંતું, દુનિયામાં આવા ઘણા બીચ છે, જ્યાં કપડા વગર જવું કમ્પસરી છે. દરેક વ્યક્તિને બીચ પર સમય પસાર કરવો ગમે છે અને જો કોઈ ત્યાં ન ગયું હોય તો ત્યાં જવાનું પસંદ કરે છે. જોકે, બીચ લાઈફને લઈને લોકોમાં અલગ-અલગ ગેરસમજ છે અને દરેક બીચના પોતાના નિયમો છે. દરેક બીચ અલગ-અલગ મૂડ માટે પ્રખ્યાત છે. પરંતું, દુનિયામાં એવા ઘણા બીચ છે, જે બીચ પર આવતા લોકો દ્વારા પહેરવામાં આવતા કપડાના કારણે પ્રખ્યાત છે. વાસ્તવમાં, આ બીચ માટે કહેવામાં આવે છે કે અહીં આવતા લોકોને બીચ પર કપડાં પહેરવાની મંજૂરી નથી. 

આ દરિયાકિનારાને 'ક્લોથ-ઓપ્શનલ' અથવા ન્યુડ બીચ કહેવામાં આવે છે. આમાંના ઘણા દરિયાકિનારાઓ ન્યૂડ બીચ તરીકે પણ કાયદેસર છે, જ્યાં કોઈ કપડા વગર અથવા ઓછા કપડા પહેરીને ફરી શકાય છે. પરંતું અમે તમને જણાવી દઈએ કે કપડાં સિવાય ફોટો ક્લિક કરવા સંબંધિત ઘણા નિયમો છે, એટલે કે ત્યાં કોઈ અન્ય ફોટો ક્લિક કરી શકાતા નથી. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે દુનિયાના ક્યા બીચ ન્યૂડતા માટે પ્રખ્યાત છે અને કપડા ન પહેરવાના કારણે ખૂબ ચર્ચામાં રહે છે. તો શું તમે જાણો છો કે કયા બીચ પર કપડા ન પહેરવાનું કહેવામાં આવે છે.

Hollower beach (હોલોવર બીચ), ફ્લોરિડા, યુએસએ: મિયામી, ફ્લોરિડામાં હોલોવર બીચ એ સૌથી લોકપ્રિય બીચ છે. જેને ક્લોથિંગ ઓપ્શનલ બીચ કહેવામાં આવે છે. આ સિવાય યુએસમાં આવા બીજા ઘણા બીચ છે. 
Cap d'Agde (કેપ ડેઆગડે), France: Cap d'Agde ફ્રાન્સમાં છે, જે વિશ્વના ન્યૂડ બીચમાંથી એક ગણાય છે. 

Playa Zipolite (પ્લાયા ઝીપોલીટ), Mexico: Playa Zipolite એ મેક્સિકોના ઓઆક્સાકા રાજ્યમાં એક લોકપ્રિય ક્લોથિંગ ફ્રી બીચ છે.

પ્રfયા દો પિન્હો, બ્રાઝિલ: પ્રિયા દો પિન્હો એ દક્ષિણ બ્રાઝિલમાં સાન્ટા કેટરીનામાં એક ન્યૂડ બીચ છે. 

સમુરાઇ બીચ, ઓસ્ટ્રેલિયાઃ સમુરાઇ બીચ પણ એવો બીચ છે જ્યાં કપડાં વગર જવાની છૂટ છે. તે પોર્ટ સ્ટીફન્સ, ન્યુ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયામાં છે.

આ તમામ બીચ પર પ્રવેશ અંગે ઘણા નિયમો છે અને કપડા સંબંધિત માર્ગદર્શિકા છે, જેનું પાલન કરવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news