પોતાનાં અધિકારીએ સાથે મોદી સ્ટાઇલથી વાત કરે છે ટ્રમ્પ: અહેવાલ

અમેરિકા આગામી દિવસોમાં અફઘાનિસ્તામાં ઓછામાં ઓછા 1 હજાર સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પ તંત્રનાં આ મહત્વનાં નિર્ણયનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. અમેરિકાનાં સંરક્ષણ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં ભારતીય વડાપ્રધાન મોદીએ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, કોઇ દેશ વગર કોઇ ફાયદાએ કોઇ દેશની મદદમાં આટલું મોટુ યોગદાન નથી કર્યું, જેટલું અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કર્યું છે.
  • મોદીના વખાણ બાદ ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં સૈનિકો મોકલશે
  • મહત્વનાં મુદ્દે મોદીની સ્ટાઇલથી વિચારે છે ડોનાલ્ડ ટ્રમ્પ
  • અમેરિકા વધારે 1 હજાર સૈનિકો અફઘાનિસ્તાન મોકલશે

Trending Photos

પોતાનાં અધિકારીએ સાથે મોદી સ્ટાઇલથી વાત કરે છે ટ્રમ્પ: અહેવાલ

વોશિંગ્ટન : અમેરિકા આગામી દિવસોમાં અફઘાનિસ્તામાં ઓછામાં ઓછા 1 હજાર સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પ તંત્રનાં આ મહત્વનાં નિર્ણયનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. અમેરિકાનાં સંરક્ષણ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં ભારતીય વડાપ્રધાન મોદીએ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, કોઇ દેશ વગર કોઇ ફાયદાએ કોઇ દેશની મદદમાં આટલું મોટુ યોગદાન નથી કર્યું, જેટલું અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કર્યું છે.

અમેરિકાનાં અખબાર વોશિંગ્ટન પોસ્ટનાં રિપોર્ટ અનુસાર અમેરિકી સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રમ્પ ભારતીય વડાપ્રધાન અને તેમના બોલવાનાં અંદાજથી ઘણા પ્રભાવિત છે. એટલે સુધી કે ટ્રમ્પ જ્યારે મોદીનાં નિવેદન અંગે વાત કરી રહ્યા હતા તો તેમનો લહેજો અને અંદાજ પણ ભારતીય વડાપ્રધાન જેવો જ હતો. ત્યાર બાદ જ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં વધારે સૈનિકો મોકલવા અને રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાનું માનવું છે કે તેની મદદથી અફઘાનિસ્તાન આગામી બે વર્ષમાં પોતાની સેના અને પોલીસની મદદથી દેશનાં 80 ટકા હિસ્સા પર કબ્જો કરશે.

ત્યાર બાદ અફઘાનિસ્તાનમાં હાજર સૈનિકોની સંખ્યા 15 હજારની આસપાસ થઇ જશે. જો કે સંરક્ષણ મંત્રી જિમ મૈટિસે હજી સુધી આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર નથી કર્યા. આ સૈનિકોને અફઘાનિસ્તાનનાં સુરક્ષા દળોની મદદ માટે મોકલવામાં આવી રહ્યા છે જેથી તેઓ તાલિબાનો સામે લડી શકે. ઓબામાં સરકારે અફઘાનિસ્તામાં ચાલી રહેલા ગૃહયુદ્ધને 2015માં પુરૂ કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ગત્ત વર્ષે ઓગષ્ટમાં કહ્યું હતું કે, અમેરિકાની સલાહકાર ટીમો અફઘાનિસ્તાનમાં જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news